Western Times News

Gujarati News

શું નાના સંતાનોની સગાઈ કરવી તે સજાપાત્ર ગુનો નથી?

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કરી એ જાણવા માંગ્યું છે કે શું માતાપિતા તેમની સગીર વયની દીકરીઓની સગાઈ કરાવી દે તો તે બાળ લગ્ન કાયદા હેઠળ સજાપાત્ર બને છે કે નહીં. છે, કારણ કે સગાઈ કરાવવી તે લગ્ન તરફ આગળ વધવાનું જ એક પગલું છે.

ઉપરોક્ત સવાર હાઈકોર્ટે એક હેબિયસ કોર્પસની અરજીની સુનાવણી દરમિયાન પૂછ્યો હતો. જેમાં બનાસકાંઠાના એક પરિવારે તેમની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી ત્યારે કોર્ટે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જે પરિવાર તરફ તેમણે શંકા વ્યક્ત કરી હતી તેમણે કથિત રીતે છોકરીના માતા-પિતાને જણાવ્યું હતું કે જ્યાં સુધી છોકરી ૧૮ વર્ષની ન થાય અને લગ્ન ન કરે ત્યાં સુધી તેઓ તેને મળવા દેશે નહીં. પોલીસે દાવો કર્યો હતો કે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે છોકરી પોતાની મરજીથી શંકાસ્પદ સાથે ગઈ હતી.

આ દરમિયાન જાણવા મળ્યું કે છોકરીની સંમતિ વિના તેના માતા-પિતાએ તેની સગાઈ અન્ય પુરુષ સાથે કરી આવી હતી. આ બાબતની જાણ થતાં જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની ખંડપીઠે માતા-પિતાના વકીલને પ્રશ્ન કર્યો હતો કે, “તે ૧૮ વર્ષની થાય તે પહેલાં તેની સગાઈ શા માટે થઈ ગઈ? જાે લગ્ન શક્ય ન હોય તો? ૧૮ વર્ષ પહેલાં સગાઈને કેવી રીતે પરવાનગી આપી શકાય? શું તે કાયદા દ્વારા માન્ય છે? તમે માતા-પિતા તરીકે કાયદાનું ઉલ્લંઘન કરો છો અને કોર્ટમાં ફરિયાદ કરવા આવો છો.”

કોર્ટે વધુમાં ટિપ્પણી કરી હતી કે માતા-પિતાએ તેમની દીકરીઓની વહેલી સગાઈ કરાવી દીધી કારણ કે નાની ઉંમરે છોકરીઓ તેમની સ્વતંત્ર ઇચ્છાનો ઉપયોગ કરી શકતી નથી. ન્યાયાધીશોએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે જાતિ, સંપ્રદાય અને ધર્મને ધ્યાનમાં લીધા વિના પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કરવા એ સ્ત્રીનો મૂળભૂત અધિકાર છે.

ટૂંકી ચર્ચા પછી, ન્યાયાધીશોએ સરકારી વકીલ અને અરજદારના એડવોકેટને આ અંગે જવાબ આપવા માટે કહ્યું હતું કે ”શું બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો માતા-પિતાને તેમની દીકરીઓની ૧૮ વર્ષની ઉંમર પહેલાં સગાઈ કરાવવા અંગે સજા નથી કરતો? કારણ કે સગાઈ એ લગ્ન તરફ આગળ વધવાનું એક પગલું છે.”

કોર્ટે કહ્યું કે તે અવલોકન કરી રહ્યું છે કે છોકરીઓની વહેલી સગાઈ એ જ તેમના માટે ઘર છોડવાની ઉત્પત્તિ છે, જે સિસ્ટમ પર વધુને વધુ બોજ બની રહી છે. “અમારે ખરેખર તે જ મુદ્દાને લક્ષ્ય બનાવવાની જરૂર છે જે આ (સમસ્યા)નું કારણ બની રહ્યું છે.

શરૂઆતનો મુદ્દો એ છે કે તેણીને એવી વ્યક્તિ સાથે સગાઈ કરવા માટે ફરજ પાડવામાં આવે છે જે તેને પસંદ નથી, કોર્ટે કહ્યું. જ્યારે અરજદારના વકીલે રિવાજાેને ટાંકીને છોકરીઓની વહેલા સગાઈની સિસ્ટમનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ન્યાયાધીશોએ દલીલને નકારી કાઢી અને કહ્યું કે જાે આવી સિસ્ટમ પ્રચલિત હોય તો પણ છોકરીઓ પાસે પોતાને અનુકૂળ હોય તેવી જગ્યાએ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. હાઈકોર્ટે પોલીસને છોકરીની ૧૮ વર્ષની થાય તે પહેલા તેને શોધી કાઢવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, “અમે એ જાેવા માંગીએ છીએ કે શું આ સગાઈ પણ એક કારણ હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.