શું પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ ?
બાૅલીવુડની અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે તેના બોલ્ડ ફોટો અને વીડિયો માટે હંમેશા ચર્ચામાં હોય છે. ફરી એકવાર તે ચર્ચામાં આવી છે અને કારણ છે અભિનેત્રીની સગાઈ. લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા સેમ બોમ્બે સાથે અભિનેત્રીએ સગાઈ કરી છે. પૂનમ પાંડેના બોયફ્રેન્ડે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને સગાઈ કરી હોવાનું જણાવ્યું છે.
સેમ બોમ્બેએ વીંટી પહેરેલી તસવીસ શૅર કરીને લખ્યું છે કે, આખરે આપણે કરી જ લીધું. પૂનમ અને સેમ વીંટી બતાવતા હોય તેવી આ તસવીર બે દિવસ પહેલા સેમે પોસ્ટ કરી છે. એટલું જ નહીં આ પોસ્ટ પર પૂનમ પાંડેએ કમેન્ટ કરી છે કે, બેસ્ટ ફિલિંગ. જાેકે, પૂનમ પાંડે કે પછી સેમ બોમ્બેએ આમ તો સગાઈની કોઈ પ્રકારની જાહેરાત નથી કરી.
પરંતુ આ તસવીરો જાેઈને લોકો અંદાજ લગાડી રહ્યાં છે કે તેમણે સગાઈ કરી લીધી છે. એટલું જ નહીં બધા તેમને સગાઈની શુભેચ્છાઓ પણ આપી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડેએ વર્ષ ૨૦૧૩માં ફિલ્મ ‘નશા’થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી ફિલ્મ ઉપરાંત તેલુગુ અને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.