શું યુપીમાં કોઇ સિસ્ટમ છે: કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ
નવીદિલ્હી, હાથરસમાં એક દલિત યુવતીની સાથે કહેવાતા ગેંગરેપ અને ત્યારબાદ અડધી રાતે પોલીસ તરફથી તેના શબને સળગાવી દેવાની ધટનાને લઇ યોગી સરકાર બેકફુટ પર છે એક બાજુ જયાં પોલીસ કર્મચારીઓની કાર્યવાહીની ચારેબાજુ ટીકા થઇ રહી છે ત્યાં આ મુદ્દા પર રાજનીતિ પણ ખુબ થઇ રહી છે.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે હાથરસ કાંડને લઇ યોગી સરકાર પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે શું યુપીમાં કોઇ સિસ્ટમ છે જયારથી આ સરકાર સત્તામાં આવી છે અનેક મામલા આવ્યા છે પહેલા મોબ લિચિંગ,વિપક્ષી નેતાઓની હત્યા અને તેમની વિરૂધ્ધ કેસ દાખલ કરવાના મામલા સામે આવ્યા છે આ ઉત્તરપ્રદેશમાં નવું નહીં પરંતુ સામાન્ય વાત છે.
કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ સાંદ અને પૂર્વ પાર્ટી રાહુલ ગાંધી આજે હાથસર ગયા હતાં આ પહેલા તેઓએ હાથરસ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુપી પ્રશાસને તેમને રોકી દીધા અને તેમને પાછુ ફરવું પડયુ હતું પોલીસ અધિકારીઓએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી અને રાહુલ ગાંધી રોડ પર પડી પણ ગયા હતાં.
આ મામલે યોગી આદિત્યનાથે હાથરસ કાંડમાં અધીક્ષક વિક્રાંત વીર સીઓ ઇસ્પેકટર સહિત પાંચ પોલીસ કર્મચારીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે.