શું હોય છે સરોગેસી? જેના દ્વારા શિલ્પા શેટ્ટી સહિત અનેક સેલેબ્રિટી બની રહી છે ‘મા’

સેરોગેસીના બે પ્રકાર છે. એક છે ટ્રેડિશનલ અને બીજું છે જેસ્ટેશનલ.
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ બીજી વાર મા બની છે. તેમના કહેવા મુજબ તેમને ત્યાં લક્ષ્મીના અવતાર રૂપે દિકરી આવી છે. જાે કે બોલીવુડમાં શિલ્પા શેટ્ટી એક માત્ર અભિનેત્રી નથી જેમણે સેરોગેસીથી બાળકને જન્મ આપ્યો હોય. શિલ્પા શેટ્ટી પહેલા શાહરૂખ ખાન, એકતા કપુર અને કરણ જાહર જેવા અનેક જાણીતા સેલિબ્રિટીએ સરોગેસી દ્વારા મા-બાપ બનવાનું સુખ મેળવ્યું છે. શિલ્પાના ઘરે નાની બાળકી આવ્યા પછી ફરી એકવાર લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે કે શું છે સેરોગેસી અને કેમ આટલા બધા બોલિવૂડ સેલેબ્રિટી આ વિકલ્પને પસંદ કરી રહ્યા છે. સાથે જ કેવી સ્વાસ્થય સમસ્યા અંતર્ગત સેરોગસીનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ તમામ વાતો વિષે વિગતવાર અમે તમને જણાવીશું.
શું છે સેરોગસી?
સેરોગસી બાળકોને જન્મ આપવાના વિવિધ વિકલ્પમાંથી એક છે. આ નવી ટેકનીક છે. જેમાં જે માતા કે પિતા શારિરીક નબળાઇ કે સ્વાસ્થય સંબંધિત મુશ્કેલીઓના કારણે બાળકો પેદા કરવા અસમર્થ હોય તેમને આ દ્વારા મા-બાપ બનવાનું સુખ અપાય છે. સેરોગસીમાં કોઇ મહિલાના ગર્ભને ભાડા પર લેવામાં આવે છે. તે પછી તેના ગર્ભમાં આઇવીએફ દ્વારા શુક્રાણુ પ્રતિરોપિત કરવામાં આવે છે. જે મહિલા આવા દંપત્તિ માટે બાળક પેદા કરે ચે તેને સેરોગેટ મધર કહેવાય છે. સેરોગેટ મધર અને દંપત્તી વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે. જેમાં સેરોગેટ મધરને પ્રેગ્નેસી દરમિયાન પોતાનું ધ્યાન રાખવા અને મેડિકલ જરૂરિયાતો પૂરી કરવા દંપત્તિ પૈસા આપે છે.
કેવી પરિસ્થિતિમાં સેરોગેસીનો સહારો લેવાય છે?
અનેક વાર ગર્ભધારણ કરવા માટે દવાઓ સમતે તમામ પ્રયાસો કર્યા છતાં જો ગર્ભપાત થઇ રહ્યો હોય તો સેરોગેસીનો સહારો લેવામાં આવે છે.
– ભ્રૃણ આરોપણ ઉપચારમાં સફળ ન રહે તો સેરોગસી દ્વારા માં બનવામાં આવે છે.- ગર્ભાશય કે શ્રોણી વિકાર પર સેરોગેસીનો ઓપ્શન પસંદ કરાય છે.
– જે મહિલાઓને હાઇ બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ અને અન્ય સ્વાસ્થયને લગતી સમસ્યાઓ છે અને તે ગર્ભ ધારણ થી કરી શકતી તે વખતે પણ સેરોગેસીનો સહારો લેવામાં આવે છે.
કેવા પ્રકારની સેરોગેસી હોય છે?
સેરોગેસીના બે પ્રકાર છે ટ્રેડિશનલ અને જેસ્ટેશનલ
ટ્રેડિશનલ સરોગેસી : સરોગેસીની આ વિધિમાં મહિલાના ગર્ભમાં પિતાના સ્પર્મ અને મહિલાના એગ્સને મેચ કરવામાં આવે છે. આ સેરોગેસીમાં જેનેટિક સંબંધ ખાલી પિતાનો જ હોય છે.
જેસ્ટેશનલ સરોગેસી : આ વિધિમાં માતા-પિતાના સ્પર્મ અને એગ્સનો મેળ કરાવીને ટેસ્ટ ટ્યૂબ બેબી પ્રક્રિયા દ્વારા સેરોગેટ મધરના ગર્ભાશયમાં તેને પ્રત્યારોપિત કરવામાં આવે છે.