શુકલતીર્થ ગામે ૨૫ એકરમાં શેરડીનો પાક બળીને ખાખ થતા ખેડૂતોમાં રોષ
નમી ગયેલા વીજ પોલના બે તાર ભેગા થતા શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનો આક્ષેપ ઃ વીજ કંપની વળતર ચૂકવે તેવી માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નમી ગયેલા વીજ પોલના બે વાયર ભેગા થઈ જતા ૨૫ એકરમાં શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કરી વળતરની માંગ કરી છે.
ગત ૧૧ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બપોરે ૧૧ઃ૪૦ ના સમયગાળે વિજપોલના બે વાયર ભેગા થતા તેના તણખા શેરડીના પાકમાં પડતા ૨૫ એકરમાં રહેલી શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી.
બિલકુલ તૈયાર પાક શેરડી કટીંગ કરવાના સમયગાળે જ ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવાઈ ગયો એમ કહીએ તો કંઈ ઓછું નથી.આ અગાઉ પણ ચાર વર્ષ પહેલા આ સ્થળ પર આ જ રીતે શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે આ ફરીવાર આ બનાવ બનતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વીજ પોલ વ્યવસ્થિત ન કરાતા મોટી હોનારત સર્જાઈ હતી.ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે વીજ કર્મચારીઓની નિષ્કાળજીના કારણે વીજપોલ નમી પડેલા વીજપોલ ના તાર બે ભેગા થઈ જતાં જેનામાં થી ચરખા ઉડતા શેરડીના પાકમાં પડતા ૨૫ એકર શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પોટ તલાવ વિસ્તારમાં આવેલ કોટેશ્વર પેટ્રોલ પંપ સામે આવેલા ખેતરોમાં ૨૫ એકર શેરડીના પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે.ખેડૂતો દ્વારા વારંવાર વીજ કર્મચારીઓને રજૂઆતો કરવા છતાં પણ વીજ કર્મચારીઓ કોઈ પ્રકારનું ધ્યાન ન આપતા
આજે મોટી હોનારત સર્જાઈ હોવાનો અસરગ્રસ્ત ખેડૂતો હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલ, ભાવેશભાઈ ઠાકોર ભાઈ પટેલ,જયેન્દ્રસિંહ, બરવંતસિંહ પરમાર,અજીતસિંહ અમીરસિંહ રાજ, જનકભાઈ બરવંતભાઈ નિઝામા, દેવેન્દ્રસિંહ ગેમલસિંહ રાજ,મહેશભાઈ માછી પટેલ,વિઠ્ઠલભાઈ જેઠાભાઈ નિઝામા,
અતુલભાઈ ગજન ભાઈ નિઝામા,દેવેન્દ્રસિંહ ગેમલસિંહ પરમાર,મુકેશભાઈ ગણપત ભાઈ પટેલ જણાવી રહ્યા છે. ખેડૂતો એક પછી એક કુદરતી આફતો નો માર વેઠીને માંડ ઊભા થઈ રહ્યા હોય ત્યારે આવી હોનારતો સર્જાઈ રહી છે તો ખેડૂત કઈ રીતે પગભર થાય છે તે જાેવું રહ્યું આ સંદર્ભે ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી આસ સાથે ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.