શુક્લ પરીવાર દ્વારા અતિથી મફત ભોજન પ્રારંભ કરવામાં આવ્યો
વિરપુર: જરૂરીયાતમંદ લોકોને મફત ભોજન મડે તે હેતુસર શુક્લ પરીવાર દ્વારા આજરોજ અતિથી ભોજનની સેવા લુણાવાડા ખાતે ચાલુ કરવામાં આવી છે ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ પરીવારની દીકરી બ્રિંદા શુક્લ અને તેમના જમાઈ નીલાંજ શુક્લ દ્વારા અનાથ અને નિરાધાર લોકો માટે મફત ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મહિસાગર જીલ્લા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન પીનાકીન શુક્લ દ્વારા દીપ પ્રગટાવી અતિથી ભોજનનું ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક ઉષા રાડા, સાસંદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા વિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક,ખેડા જિલ્લામાં પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..