Western Times News

Gujarati News

શુભમન ગિલ બની શકે છે વન ડે ક્રિકેટર ઓફ ધ યર

ગિલે ક્રિકેટ જગતમાં ઘણા રન બનાવ્યા છે

બેટ્‌સમેન શુભમન ગિલે ૪૧ સિક્સર, ૧૮૦ ચોગ્ગા અને ૧૦૫ની સ્ટ્રાઇક રન રેટથી બનાવ્યા સૌથી વધુ રન

નવી દિલ્હી,વર્ષ ૨૦૨૩ ભારતીય ક્રિકેટ ટીમ માટે શાનદાર વર્ષ રહ્યું છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાથી લઈને આયર્લેન્ડ સુધીની ઘણી ટીમોને હરાવી, એશિયા કપ જીત્યો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી, પરંતુ જો આ બંને ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ જીતી ગયા હોત તો કદાચ આ વર્ષ ટીમ ઈન્ડિયા માટે સૌથી યાદગાર વર્ષ બની ગયું હોત. જો કે, આ આખા વર્ષમાં ટીમ ઈન્ડિયાને આટલું સફળ બનાવવામાં સૌથી વધુ યોગદાન આપનાર ખેલાડીઓમાંથી એક છે શુભમન ગિલ.

શુભમન ગિલ માટે ૨૦૨૩ અત્યાર સુધીનું શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું છે. તેણે આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ODI ફોર્મેટમાં શુભમન ગીલે એટલું સારું પ્રદર્શન કર્યું છે કે તેને ODI ક્રિકેટર ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવી શકે છે. ચાલો તમને શુભમન ગિલના કેટલાક આંકડાઓ બતાવીએ, જે તેમણે આ વર્ષે એટલે કે ૨૦૨૩માં જ બનાવ્યા છે.માત્ર ODI ફોર્મેટની વાત કરીએ તો, શુભમ ગીલે આ વર્ષેૅ ODI મેચોમાં ૬૩.૩૬ની એવરેજ અને ૧૦૫.૪૫ની સ્ટ્રાઈક રેટથી કુલ ૧૫૮૪ રન બનાવ્યા છે.

આ દરમિયાન શુભમન ગિલે ૫ સદી અને ૯ અડધી સદી ફટકારી છે. તે જ વર્ષે, ગિલે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ODI મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી, જે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ બેવડી સદી છે, તેથી ગિલ હવે ભારતના માત્ર ૫ પસંદગીના ખેલાડીઓમાંનો એક છે જેમણે બેવડી સદી ફટકારી છે.આના કારણે શુભમન ગિલની વનડે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ ૨૦૮ રન બની ગયો છે. આ આખા વર્ષમાં, ગીલે ODI ફોર્મેટમાં કુલ ૪૧ છગ્ગા અને ૧૮૦ ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે તે માત્ર એક જ ઇનિંગમાં ૦ રને આઉટ થયો હતો.

ગિલે આ વર્ષેૅડ્ઢૈં ફોર્મેટમાં કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે.
૨૦૨૩માં ગિલ ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે.
૨૦૨૩માં ગિલ પણ ODI ફોર્મેટ માટે ICC રેન્કિંગમાં નંબર-૧ પર આવી ગયો છે.
૨૦૨૩માં યોજાયેલા ODI એશિયા કપમાં પણ ગિલ સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે.
૨૦૨૩ માં તેણે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ODI ઇનિંગ્સમાં તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી પણ ફટકારી હતી.
૨૦૨૩ ODI વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ગિલે ન્યૂઝીલેન્ડ સામે ૬૬ બોલમાં ૮૦ રનની યાદગાર ઇનિંગ રમી હતી.
૨૦૨૩ માં રમાયેલી  ODI મેચોની કુલ ૨૯ ઇનિંગ્સમાં, ગિલે કુલ ૫ સદી, ૯ અડધી સદી, ૪૧ છગ્ગા, ૧૮૦ ચોગ્ગા અને કુલ ૧૫૮૪ રન બનાવ્યા છે.
આ તમામ આંકડાઓને જોતા એવું લાગે છે કે શુભમન ગિલને ICC દ્વારા આ વર્ષના ODI ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી શકે છે.
હવે જોવાનું એ રહે છે કે આવનારું નવું વર્ષ ૨૦૨૪ શુભમન ગિલ માટે કેવું સાબિત થાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.