શુ આપના ગામમાં હેન્ડ પંપ બંધ છે ? તો તુરંત ૧૯૧૬ નંબર ડાયલ કરો

પ્રતિકાત્મક
સાકરિયા, આગામી ઉનાળાની સખત ગરમીને પીવાના પાણીની મુશ્કેલી દિન-પ્રતિદિન વધતી જાય છે. જેમાં પંચાયત હસ્તકના ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે વ્યક્તિગત પાણી પુરવઠા યોજના, જૂથ યોજના અને પ્રાદેશિક જૂથ યોજના મારફતે પાણી અપાય છે. જયારે છૂટાછવાયા વિસ્તારોમાં હેન્ડ પંપ દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ ઉનાળા દરમિયાન પાણીના તળ નીચા જવાથી હેન્ડ પંપ ચાલતા ન હોય અથવા યાંત્રિક ખામીને લઇ બંધ હોય તેવા હેન્ડ પંપના દુરસ્ત અર્થે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
જેમાં મોડાસા, મેઘરજ અને ધનસુરા તાલુકાના અરજદારોએ દર્શન ગ્રામ વિકાસ ટ્રસ્ટ, મુ.પો-તખતગઢ,તા. પ્રાંતિજના ફોન નં (૦૨૭૭૦) ૨૭૩૦૭૬ તથા ૯૪૨૭૦ ૫૯૪૪૧ ઉપર સંપર્ક કરી શકશે, જયારે માલપુર અને ભિલોડા તાલુકા માટે હિંમતનગરના રફિક મેમણ (૯૬૮૭૬ ૦૭૪૩૭) તથા બાયડ તાલુકા માટે મો.સ્વાશ્રયી મહિલા ખેડૂ મંડળના રૂપોબન રાઠોડ( ૯૫૧૦૨ ૫૫૯૮૦)નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત તમે સીધા ટોલ ફ્રસ નંબર “૧૯૧૬” પર ફરીયાદ નોંધાવી શકશો. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના [email protected] ઇ-મેઇલ પર ફરીયાદ નોંધાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.