શૂટિંગ છોડી સિનેમેટોગ્રાફરના વાળમાંથી જુ કાઢવા લાગ્યો રણબીર
મુંબઈ: બોલીવુડના લોકપ્રિય એક્ટરમાં સામેલ રણબીર કપૂરનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં રણબીર કપૂર અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ બાસુ શૂટિંગ વચ્ચે સિનેમેટોગ્રાફરના વાળમાંથી જુ કાઢતાં જાેવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયો રણબીરના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
એ અલગ વાત છે કે, રણબીર કપૂર સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખે છે. આજ કારણ છે કે, સોશિયલ મીડિયા પર રણબીરનું કોઇ વેરિફાઇડ એકાઉન્ટ નથી. એમ છતાંય રણબીર કપૂરની ફેન ફોલોવિંગ એટલી કમાલની છે કે તેમની દરેક ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.
રણબીરે અનુરાગ બાસુ સાથે બરફી અને જગ્ગા જાસૂસ જેવી ફિલ્મો કરી છે. ફિલ્મ જગ્ગા જાસૂસના શૂટિંગના દિવસો યાદ કરતાં ફિલ્મ સિનેમેટોગ્રાફર રવિ વર્મને એના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયો ‘જગ્ગા જાસૂસ’ના શૂટિંગ વખતનો છે. જેમાં રણબીરની સાથે અનુરાગ બાસુ પણ નજર આવી રહ્યા છે. વિડીયોમાં રણબીર કપૂર અને અનુરાગ બાસુ સિનેમેટોગ્રાફર રવિ વર્મનને વચ્ચે રાખીને વાંદરાની નકલ ઉતારતાં બાળમાંથી જુ કાઢીને ખાવાની એક્ટિંગ કરી રહ્યા છે.
રવિએ વિડીયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે ગોલ્ડન એજ. રણબીર કપૂર ગાલમાં શ્રદ્ધા કપૂર સાથે લવ રંજનની રોમેન્ટિક કોમેડી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. બંને કલાકારો હાલમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ ફિલ્મમાં ડિંપલ કપાડિયા પણ છે. આ સિવાય ચાહકો આતુરતાથી રણબીરી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રાહ જાેઇ રહ્યા છે. જેમાં તેમની રિયલ લાઇફ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ જાેવા મળશે.