શૂટિંગ માટે જ્હોની ડેપને ૧૦ મિલિયન ડોલર મળશે
મુંબઈ, પોપ્યુલર ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ ફિલ્મ સીરિઝમાં ગેલેર્ટ ગ્રીન્ડેલવાલ્ડનો રોલ કરી રહેલા એક્ટર જ્હોની ડેપને હવે ફિલ્મમાંથી દૂર કરાયા છે. પ્રોડક્શન હાઉસે તેમને ફિલ્મમાંથી દૂર કર્યા તે અગાઉ એક સીનનું શૂટિંગ થયુ હતું અને તેના કારણે જ્હોની ડેપને ફૂલ સેલેરી મળશે, જે ૧૦ મિલિયન ડોલર છે. સપ્ટેમ્બર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયુ હતું અને ડેપે તેમાં માત્ર એક જ સીનનું શૂટિંગ કર્યું હતું. દરમિયાન એક્સ વાઈફ એમ્બર હર્ડ સાથેના કાનૂની વિવાદમાં ડેપની હાર થઈ હતી. પત્ની પર અત્યાચાર ગુજારનાર વ્યક્તિને ફિલ્મમાં રાખવાના બદલે તેને ફિલ્મમાંથી દૂર કરાયો છે.
કોન્ટ્રાક્ટની મુખ્ય શરત પ્લે ઓર પ્લે હતી,જેના કારણે મેકર્સે ફિલ્મ બને કે ના બને અથવા તેમને કાસ્ટ કરાય કે ના કરાય તો પણ ૧૦ મિલિયન ડોલર આપવાના હતા. ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ-૩માં લીડ એક્ટર એડી રેડમેન અને જુડ લો જેટલી જ સ્ક્રિન ડેપને મળવાની હતી. આ ફિલ્મ ૧૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની છે.SSS