Western Times News

Gujarati News

શૂટિંગ સમયે અનન્યા ૨૦ મિનિટ બાથરૂમમાં લોક થઈ હતી

મુંબઈ, દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી ત્રણેય પોતાની અપકમિંગ ફિલ્મ ગહરાઇયાંનું પ્રમોશન જાેરશોરથી કરી રહ્યાં છે. પ્રમોશન દરમિયાન ત્રણેય સ્ટાર્સ ફિલ્મ સાથે જાેડાયેલી યાદો પણ મીડિયાની સાથે શેર કરી રહ્યાં છે. આ દરમિયાન અનન્યા પાંડેએ ફિલ્મને લઈને કંઈક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા ચોંકી ગયા.

હકીકતમાં અનન્યા પાંડેએ ફિલ્મ કેમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે ગહરાઇયાંના શૂટિંગ સમયે તેણે ખુદને ૨૦ મિનિટ સુધી બાથરૂમમાં લોક કરી દીધી હતી. જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યું કે આખરે સું થયું હતું. જેના કારણે તેણે આ કર્યું. તેના પર અનન્યા જણાવે છે કે, જ્યારે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે ત્યારે શકુન એક સીટને નેરેટ કરી રહ્યા હતા.

શકુનને સ્ટોરી નેરેટ કરતો જાેઈને હું એટલી ખોવાય ગઈ કે ૨૦ મિનિટ સુધી બાથરૂમમાં લોક રહી. મને આ સ્થિતિમાં જાેઈને શકુનને લાગ્યું કે હું બેભાન થઈ રહી છું. બાદમાં જ્યારે હું બાથરૂમથી નિકળી તો બધા મને પૂછી રહ્યાં હતા. અન્નયા આગળ કહે છે કે શકુન મારા ડ્રીમ ડાયરેક્ટર છે અને તેની સાથે કામ કરવુ મારૂ સપનું પૂરુ થવા સમાન છે. તેથી મારી આ હાલત થઈ હતી. તમને જણાવી દઈએ કે પાછલા સપ્તાહે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

ટ્રેલર લોન્ચ દરમિયાન દીપિકાએ ખુલાસો કર્યો હતો કે ગહરાઇયાં જે પ્રકારની ફિલ્મ છે આવી ફિલ્મ પહેલા બની નથી. ફિલ્મનું ટ્રેલર ખુબ ચર્ચામાં છે કારણ કે તેમાં દીપિકા અને સિદ્ધાંતના જબરદસ્ત કિસિંગ સીન દેખાડવામાં આવ્યા છે. ફિલ્મને લઈને ફેન્સની એક્સાઇટમેન્ટ જાેવા લાયક છે.

મહત્વનું છે કે શકુન બત્રા દ્વારા દિગ્દર્શિત, એમેઝોન ઓરિજિનલ મૂવી ગહરાઇયાંમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કરવાની સાથે સાથે નસીરૂદ્દીન શાહ અને રજત કપૂર મુખ્ય ભૂમિકામાં છે. વાયકોમ ૧૮ સ્ટૂડિયો, ધર્મા પ્રોડક્શન અને શકુન બત્રાની જૌસ્કા ફિલ્મ દ્વારા સંયુક્ત રૂપથી નિર્મિત, ફિલ્મનું વર્લ્‌ડ પ્રીમિયર વિશેષ રૂપથી ૧૧ ફેબ્રુઆરીએ પ્રાઇમ વીડિયો પર થશે. આ ફિલ્મ લગ્ન, છુટાછેડા, દગો અને સાંસ્કૃતિક મતભેદો સહિત સંબંધોની સમસ્યા પર કેન્દ્રીત છે. ફિલ્મને કોરોના મહામારી દરમિયાન ગોવામાં શૂટ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.