શૂન્ય રને વિવાદાસ્પદ LBW અપાતા કેપ્ટન કોહલી નારાજ
મુંબઈ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સારી શરુઆત બાદ મુશ્કેલીમાં મુકાયુ છે.
ભારતીય ઓપનરોએ ૮૦ રનની પાર્ટનરશિપ કર્યા બાદ ગિલ, પૂજારા અને કોહલીએ ટપોટપ વિકેટ ગુમાવી હતી.તેમાં પણ પૂજારા અને કોહલી ઝીરો પર આઉટ થયા હતા.કોહલીને ઝીરો રન પર સ્પિનર એઝાઝ પટેલની બોલિંગમાં વિવાદાસ્પદ રીતે એલબીડબલ્યુ આઉટ અપાયો હતો.
મળતી વિગતો પ્રમાણે ફિલ્ડ અમ્પાયરે કોહલીને એલબીડબલ્યુ આઉટ આપ્યા બાદ કોહલીએ રિવ્યૂ લીધો હતો.આ ર્નિણય વિવાદાસ્પદ લાગ્યો હતો.કારણકે બોલ બેટ પર અથડાઈને પેડ પર ગયો હોવાનુ લાગતુ હતુ.જાેકે રિવ્યૂમાં થર્ડ અમ્પાયરે પણ કોહલીને આઉટ આપ્યો હતો.
ર્નિણયથી નાખુશ ભારતીય કેપ્ટન ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી પાસે ગયો હતો અને બંને વચ્ચે ખાસો સમય દલીલબાજી ચાલી હતી.
જાેકે છેવટે કોહલીએ પેવેલિયનનો રસ્તો પકડવો પડ્યો હતો.કોહલી ચાર બોલ રમીને ઝીરો પર આઉટ થયો હતો.SSS