શેઠ શ્રી કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં કોરોના ગાઈડલાઈન્સ મુજબ શાળાનો શુભારંભ કરાયો
ખેડબ્રહ્મા તાલુકા ની અગ્રેસર સંસ્થા શેઠ કે ટી હાઈસ્કૂલ આજરોજ તારીખ 11 -1 -2021 ના રોજ છેલ્લા ૧૦ દસ માસ પછી શરૂ કરાઈ. જેમાં શાળાના બાળકો ધોરણ 10 અને 12 ને શુભેચ્છા પાઠવવા ખેડબ્રહ્મા વિજયનગર તાલુકા ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ નગરપાલિકા પ્રમુખ સાગરભાઇ પટેલ ઉપપ્રમુખ શ્રી જીગ્નેશભાઈ જોશી તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ પટેલ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ જોશી તથા કારોબારી સદસ્યો તથા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ કચેરીના મા.શ્રી વિપુલભાઈ સથવારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
બાળકો ને મા.શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ સરળ ભાષામાં સૂચનો કર્યા હતા અને દરેક વિદ્યાર્થીને માર્ક્સ તથા સેનેટ રાઈઝર વિતરણ કર્યા હતા ત્યારબાદ શાળાના પ્રિન્સીપાલ શ્રી વિભાભાઇ રાવલ તથા કપિલભાઈ ઉપાધ્યાય તથા સમગ્ર સાથે વિદ્યાર્થીઓની આવકાર્યા હતા અને હાજર તમામ અનુભવોનાે આભાર માન્યો હતો.