શેત્રુંજી ડેમના ૫૦ દરવાજા 106 ફુટના લેવલથી ખોલાયા
પાલિતાણાના શેત્રુંજીડેમના ઉપરવાસના જળાવ ક્ષેત્રમાંથી પાણીની સતત આવક છે જેના લીધે ડેમ સતત ઓવરફલો થઈ રહ્યો છે દરમિયાનમાં ગત રાત્રે પાણીની આવકનો પ્રવાહ વધતા ૮ દરવાજા ખુલ્લા હતા તે વધારી ૨૦ કરાયા હતા જેમાં ક્રમશ વધારો કરી ૪૦ અને બાદમાં સવાર ૭ વાગ્યા સુધીમાં ૫૦ દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ડેમના ૫૦ દરવાજા ૧ફટ ૬ઈંચના લોથી ખોલી નખાયા છે અને હાલ ૮૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જયારે ૧૦૦ કયુસેક પાણી ડાબા અને જમણા કાંઠાની નહેરમાં ઠાલવવામાં આવી રહ્યું છે.
છેલ્લા ઘણા દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર્રનો સૌથી વિશાળ એવો શેત્રુંજી ડેમ સતત ઓવરલો છે ત્યારે ગત રાત્રે આ ડેમમાં પાણીની આવક વધતા અગાઉ જે આઠ દરવાજા ખુલ્લા હતા પહેલા ૨૦ કરાયા અને આખરે રાત્રે ૧૦:૧૫ કલાકે વધારીને ૪૦ દરવાજા ૧.૧ ફટ ખોલવામાં આવ્યા હતા. પરંતુ આવક સતત વધતા લેવલ જાળવવા આજે સવાર સુધીમાં ડેમના ૫૦ દરવાજા ખોલવા પડયા છે.