શેરડીના ભાવ સૌથી નીચા જતા સભાસદ ખેડૂતો દ્વારા કસ્ટોડીયનને રજુઆત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગણેશ સુગર વટારીયાના ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ મા શેરડીના ભાવ માસ વાર આવેલ શેરડી,જાન્યુ- ફેબ્રુઆરીના રૂ.૧૯૭૫,માર્ચમાં રૂ.૧૯૯૫,એપ્રિલમાં ૨૧૦૧૫ અને મેમાં ૨૦૩૫ પ્રતિટન મુજબ નક્કી કરવામાં આવેલ છે.જે ભાવ સૌથી નીચ અને ખૂબ તફાવત છે.પોષણક્ષમ નથી ખેડુતોમાં અસંતોષ છે.
જેથી આજરોજ શેરડી પકવતા સભાસદ ખેડુતો સુગરની ઓફિસે કસ્ટોડીયનને રજુઆત કરવા ધણી જ મોટી સંખ્યામાં ખેડુતો ભેગા થયા હતા.
કસ્ટોડીયન સુગર પર હાજર ન હતા જેથી ખેડુતોએ એમ.ડી અને એકાઉન્ટન્ટને ભાવ અંગે રજુઆત કરી હતી. ખેડુતોનુ પ્રતિનિધિ મંડળ ભરૂચ મુકામે કસ્ટોડીયનને મળી શેરડીના ભાવ અંગે ફેરવિચારણા વિચારણાં કરવા ઉગ્ર રજુઆત કરીઆવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.
જેમા જણાવ્યુ કે પાડવામાં આવેલ શેરડીના ભાવો ઘણાં જ ઓછા છે જે પોષણક્ષમ નથી.કસ્ટોડીયનશએ રજુઆત અનુસંધાને યોગ્ય કરવા હૈયાધારણ આપી જણાવ્યુ કે સંસ્થામાં વહિવટકર્તા તરીકે બોર્ડ અસ્તિત્વમાં હોત તો શેરડીનાં ભાવ રૂ.૨૩૦૦ટન નકકી કરવા સક્ષમ હતા
અને જવાબદારી પૂર્વક ખેડુતોના હિતને લક્ષમા રાખી યોગ્ય ર્નિણય લઈ શકે.હવે જ્યારે એક અધિકારી તરીકે નિયમોના પાલન સાથે કેટલીક ચોકકસ મર્યાદાઓનુ પાલન કરવુ પડે છે.તેમ છતા ખેડુતોની માંગણી અંગે જે તે કક્ષાએ રજુઆત કરી યોગ્ય નિકાલ કરવા જણાવ્યું.
વિશેષમાં ખેડુતોએ જણાવેલ કે ૩૧ માર્ચે ભાવ પાડવાનો હતો તો ૨૧ માર્ચે કસ્ટોડીયન તરીકેનો ચાર્જ સંભાળવાની શુ જરુર કે ઉતાવળ હતી જેના અનુસંધાને તેઓએ જણાવ્યું કે સંસ્થાની ચુંટણી ની કાર્યવાહી મોકુફ રાખવાનો દાવો જાે પરત ખેંચી સરકાર મા જાે અરજી કરી ન હોત તો કસ્ટોડીયન ની નિમણૂકનો કોઈ પ્રશ્ન ન હતો.સરકાર દ્વારા તાત્કાલિક ચાર્જ સંભાળવાની સુચના હોવાથી ચાર્જ સંભાળેલ હોવાનુ જણાવ્યુ.
પ્રતિનિધિ મંડળે કસ્ટોડીયનને જણાવ્યું કે અમારી વ્યક્તિદીઠ ૫૦૦ થી ૨૦૦૦ ટન શેરડી સુગરમા આવી છે.અમારુ હિત જાેડાયેલ છે.ત્યારે કેટલાક ખેડુતોની શેરડી આવતી ન હોય અથવા આવતી હોય તો ફકત નામ પુરતી ફકત મતદાર તરીકે રહેવા માટે શેરડી નાખે છે
અને બહોળા સમુદાયને નુકશાન થતુ હોય તેવા મુદ્દાઓની વારંવાર રજુઆત કરી વહીવટકર્તાઓને ગુમરાહ કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે.જેથી સંસ્થા અને સભાસદ ખેડુતોના હિતમાં નિષ્પક્ષ અને યોગ્ય ર્નિણયો લેવા જણાવ્યુ હતું.