શેરડીનો ભાવ વધારવા બાબતે વિચારણા કરવા બાબતે લેખિતમાં રજૂઆત
ગણેશ ખાંડ ઉ.સ.મંડળી લીમીટેડ વટારીયાના તા.૨.૪.૨૨ ના રોજ શેરડી પકવતા ખેડૂત સભાસદોનો આખરી ફાયનલ ભાવ રૂપિયા ૧૯૭૫ થી ૨૦૩૫ સુધી ના પાડેલ છે.
(પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ સુગર વટારીયાના ચૂંટાયેલા ડિરેક્ટરો ખેડૂત સભાસદો તથા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ગણેશ સુગરના કસ્ટોડિયન અધિકારીને તેમના દ્વારા બિન પોષણક્ષમ શેરડીના ભાવ પાડવામાં આવતા તે બાબતે ફેરવિચારણા કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સભાસદ ખેડૂતોએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે ગણેશ ખાંડ ઉ.સ.મંડળી લીમીટેડ વટારીયાના તા.૨.૪.૨૨ ના રોજ શેરડી પકવતા ખેડૂત સભાસદોનો આખરી ફાયનલ ભાવ રૂપિયા ૧૯૭૫ થી ૨૦૩૫ સુધી ના પાડેલ છે.
જે ભાવ આજુબાજુની સુગર કરતાં ખુબજ નીચા હોય જેનો ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ વટારીયાના સભ્યો તથા ખેડૂતો સભાસદો ભાવ બાબતે ફેર વિચારણા કરીને ભાવ વધારવા રજૂઆત કરીએ છે.ગયા વર્ષે સને ૨૦-૨૧ નો ૨૧૦૦ રૂપિયા બેલેન્સ સીટ પ્રમાણે ભાવ પાડવામાં આવેલ હતો.
તેમા સભાસદોને પ્રથમ હપ્તો ૮૦૦ રૂપિયા તથા બીજાે હપ્તો ૫૦૦ રૂપિયા પ્રમાણે ચુકવેલ હતો અને ત્રીજાે ફાયનલ હીસાબ દિવાળીના સમયમાં ચુકવવાનો હતો.પરંતુ ફાઈનલ હપ્તાનો હીસાબ કુલ્લે ૪૦ થી ૪૨ કરોડ રૂપિયા વહીવટકર્તાઓ ચુકવી શકયા નથી,
તે ફાઈનલ હીસાબના ૪૦ થી ૪૨ કરોડ રૂપિયા ચાલુ સીઝનની શેરડીના ક્રસીંગની ખાંડ બનાવ્યા પછી ટુકડે ટુકડે ફાઈનલ હીસાબનુ ચુકવણું કરવામાં આવેલ હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બેલેન્સશીટના આધારે તાત્કાલિક વહીવટકર્તાઓ દ્વારા રૂપિયા ૨૧૦૦ રૂપિયાનો ભાવ પાડેલ હતો.
પરંતુ પ્રથમ હપ્તો ૮૦૦ રૂપિયા તથા બીજાે હપ્તો ૫૦૦ રૂપિયા કુલ્લે ૧૩૦૦ રૂપિયા ચૂકવેલ હતા.છેલ્લા ફાયનલ હપ્તો ૪૦ થી ૪૨ કરોડ રૂપિયા જેવી માતબર રકમ કેમ ચુકવી શકેલ નથી? આટલી મોટી માતબર રકમ ક્યાં ગઈ તેની યોગ્ય તપાસ કરીને તાત્કાલિક ધોરણે સહકારી કાયદાની જાેગવાઈ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે.