શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ ૨૨૧ પોઈન્ટ વધીને ૫૮૨૧૭ પર ખુલ્યો
મુંબઇ, શેરબજારમાં આજે તેજી સાથે બજાર ઓપન થયો હતો, સતત બીજા દિવસે પણ માર્કેટમાં અપ જાેવા મળ્યો છે, ઓટો અને આઈટી શેરોની સાથે-સાથે પીએસયુ બેંકોના જાેરે બજારની મુવમેન્ટ ઝડપી જાેવા મળી રહી છે.આજના કારોબારમાં મ્જીઈ સેન્સેક્સ ૨૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮,૨૧૭ પર ખુલ્યો હતો. ગઈ કાલે સેન્સેક્સ ૫૭,૯૯૬ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં ૭૪ પોઈન્ટના વધારા બાદ ૧૭૩૯૬ પર કારોબાર જાેવા મળી રહ્યો છે.
નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૮ શેરો તેજીમાં છે અને વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ૨ શેર જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી ૩૮,૦૦૦ની ખૂબ નજીક છે અને બેન્ક શેરોમાં આ સ્તર ઝડપથી હાંસલ કરશે. નિફ્ટીએ ખુલ્યાની ૧૦ મિનિટમાં જ ૧૭૪૦૦ની સપાટી હાંસલ કરી લીધી છે.
નિફ્ટીના ચડતા શેરોમાં ટાટા મોટર્સ ૧.૮૨ ટકા, હિન્દાલ્કો ૧.૬૨ ટકા અને હીરો મોટોકોર્પ ૧.૪૯ ટકા પર ટ્રેડ કરી રહ્યાં છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૬ ટકા અને ૧.૩૨ ટકા વૃદ્ધિ નોંધાવી રહી છે.
નિફ્ટીના ઘટતા શેરમાં ૐેંન્ ૦.૫ ટકા ડાઉન છે. બ્રિટાનિયાની સાથે એચડીએફસી લાઇફ અને એક્સિસ બેન્ક પણ ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જાે આજે બજાર ખુલતા પહેલા પ્રી-ઓપન પર નજર કરીએ તો, સેન્સેક્સ ૨૨૧.૦૧ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકાની ઊંચાઈ સાથે ૫૮,૨૧૭ પર ટ્રેડ કરી રહ્યો છે. દ્ગજીઈનો નિફ્ટી ૭૪.૩૦ અંકના ઉછાળા સાથે ૧૭૩૯૬ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.HS