શેરબજારમાં ઐતિહાસિક કડાકાથી રોકાણકારોને ૪ લાખ કરોડનું નુકસાન
મુંબઈ: શેરબજારમાં ગુરૂવારના દિવસે પણ હાહાકારની સ્થિતી રહી હતી. શેરબજારમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દલાલ સ્ટ્રીટમાં હાલત કફોડી રહી હતી. મૂડીરોકાણકારોએ ૪ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મિનિટોના ગાળામાં જ રોકાણકારોની સંપત્તિમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાઈ ગયો હતો. સ્થિતિમાં છેલ્લે સુધી કોઈ સુધારો થયો ન હતો. હાલમાં રોકણકારો જંગી રકમ ગુમાવી ચુક્યા છે. આજે પણ રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જરી રહ્યો હતો.
આજે ૪ લાખ કરોડ રૂપિયા સુધી રોકણકારોએ ગુમાવી દીધા હતા. આજના દિવસે પણ કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યુ હતુ. આજે કારોબારીઓએ તીવ્ર મંદી વચ્ચે મિનિટનોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મૂડીરોકાણકારોની સંપત્તિ હાલમાં સતત ઘટી રહી છે. ગયા શુક્રવારના દિવસે અને છેલ્લા શુક્રવારના દિવસે પણ મૂડીરોકાણકારોએ જંગી સંપત્તિ ગુમાવી દીધી હતી. કારોબાર શરૂ થતાંની સાથે જ વૈશ્વિક બજારોની અસર વચ્ચે કારોબારીઓ નુકસાનમાં ગરકાવ થયા હતા.