શેરબજારમાં કારોબારીઓએ કલાકોમાં જ લાખો કરોડ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: શેરબજારમાં આજે શુક્રવારના દિવસે અભૂતપૂર્વ વેચવાલી જાવા મળી હતી. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યુ હતુ. આજે દિવસ દરમિયાન આવી જ સ્થિતી રહે તેવી શક્યતા છે. કારોબારીઓએ પાંચ મિનિટમાં ચાર લાખ કરોડ ગુમાવ્યા છે. સવારમાં જારદાર કડાકો જાવા મળ્યો હતો. મોટાભાગના શેરોમાં અફડાતફડી રહી હતી. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો રહ્યા હતા. આજે શેરબજારમાં નિરાશાજનક ચિત્ર ઉપસી આવ્યું હતું.
શેરબજારમાં કેટલીક કંપનીઓએ તેની સૌથી નીચી સપાટી મેળવી હતી. બીજી બાજુ શેરબજાર કડડભુસ થતાં કારોબારીઓએ કલાકોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. નાના મૂડીરોકણકારો વેલ્યુને હજુ પણ ધ્યાનમાં લઇ રહ્યા છે. રિટેલ મુડી રોકાણકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. યશ બેંકના શેરમાં છેલ્લા એક વર્ષના ગાળામાં જ ૮૪ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ખાનગી કંપનીના શેરમાં ઉલ્લેખનીય ઉથલપાથલ જાવા મળી રહી છે. કોરોના વાયરસ વધારે ઝડપથી ફેલાઇ ગયા બાદ તેની અસર વધારે જાવા મળી હતી.