શેરબજારમાં કોહરામ સેન્સેકસમાં ર૯૦૦ પોઈન્ટનો કડાકો
(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા છે વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના પરિણામે અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે ભારતમાં પણ આજ સ્થિતિ જાવા મળી રહી છે જેના પરિણામે જેના પરિણામે ભારત દેશમાં પણ ધંધા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે અને શેરબજારમાં સતત કડાકો જાવા મળી રહયો છે
આજે સવારે સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ખુલતાની સાથે જ વેચવાલીનો મારો શરૂ થતાં સેન્સેકસ ર૮૦૦ પોઈન્ટ અને નીફટીમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો જાવા મળ્યો હતો જેના પરિણામે રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે આ પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાની શકયતા ખૂબ જ નહીવત હોવાનું અર્થશા†ીઓ માની રહયા છે.
કોરોનાની કારમી થપાટથી વિશ્વના અનેક દેશો હચમચી ઉઠયા છે સંખ્યાબંધ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે જયારે હજુ પણ અસંખ્ય દર્દીઓ સારવાર હેઠળ છે વિશ્વભરના દેશોમાં આ રોગચાળો વધુ ન પ્રસરે તે માટે અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે જાકે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમેરિકા, ચીન, ઈંગ્લેન્ડ, જર્મની, ઈટલી, જેવા વિકસિત દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે જેના પરિણામે અર્થતંત્ર પડી ભાગ્યુ છે મોટાભાગના ધંધા રોજગારો બંધ થઈ ગયા છે અને નાગરિકો ઘરમાં પુરાઈ રહયા છે.
ભારતમાં પણ ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસો વધવા લાગ્યા છે અને હવે ત્રીજા સ્ટેજમાં પ્રવેશતા જ આ કેસોમાં ચિંતાજનક વધારો થવાનો છે જેના પરિણામે સરકાર તમામ પગલાં ભરી રહી છે. ભારતમાં પણ ૭પ જેટલા જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરી દીધું છે જેના પરિણામે આ વિસ્તારોમાં ચાલતા ધંધા, રોજગારો ઠપ થઈ ગયા છે. મોટી કંપનીઓએ પણ પોતાના ઔદ્યોગિક એકમો બંધ કરી દેતા તેની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે જાકે કેન્દ્ર સરકાર માટે હાલ નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રાથમિકતા આપવી જરૂરી હોવાથી આ તમામ પગલાં ભરવામાં આવી રહયા છે.
દેશના અર્થતંત્રની પારાસીસી સમાન શેરબજારમાં પણ છેલ્લા એક સપ્તાહથી સતત ઘટાડો જાવા મળી રહયો છે ગઈકાલે જનતા ફકર્યુ બાદ ૭પ જિલ્લાઓમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનની સીધી અસર ભારતીય શેરબજાર ઉપર પડી હતી આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલતા મોટાભાગની સ્ક્રીપ્ટોમાં કોઈ સોદા થયા ન હતા.
જયારે એ ગ્રુપની સ્ક્રીપ્ટોમાં વેચવાલીનો મારો શરૂ થતાં જ બજાર ખુલતાની સાથે જ સેન્સેકસમાં ર૪૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યુ હતું અને વેચવાલીનો દોર આગળ વધતા જ પ્રથમ કલાકમાં જ સેન્સેકસ ઘટીને ર૯૦૦ની સપાટીએ પહોંચી ગયો હતો જયારે નીફટીમાં ૭૦૦થી વધુ પોઈન્ટનો કડાકો જાવા મળ્યો હતો શેરબજાર પણ બંધ કરી દેવામાં આવે તેવું અર્થશાસ્ત્રીઓ માની રહયા છે જાકે આજે સવારથી બજારમાં જાવા મળતો ઘટાડો ખૂબ જ ચિંતાજનક હતો અને નીચલા લેવલની સેન્સેકસમાં સર્કીટ લાગે તેવી સ્થિતિ જાવા મળતી હતી.