શેરબજારમાં તેજીનો માહોલ રોકાણકારોમાં ખુશી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શુક્રવારના બ્લેકફ્રાઈડે બાદ આજે સોમવારે બજાર ખુલતાની જ સાથે સેન્સેક્સ તથા નીફટીમાં ઉછાળો આવતા રોકાણકારોના ચહેરા પર ચમક જાવા મળી રહી છે. રોકાણકારો ચર્ચા કરતા નજરે પડે છે કે નાણાંનું જે ધોવાણ થશે તે જરૂર સરભર થઈ જશે. શેરબજાર ઉઘડતા જ સેન્સેક્સમાં ૭૦૦ પોઈન્ટનો તથા નિફટીમાં ૩૦૦ થી વધુ પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. કોરોનાની અસરને કારણે વૈશ્વિક બજારો તૂટવાની અસર શેરબજારમાં જાવા મળી હતી.
પરંતુ આજે તેજીનો જે માહોલ જાવા મળી રહ્યો છે જેને કારણે રોકાણકારો ‘હાશ’ અનુભવી રહ્યા છે. શુક્રવારે ૧૪૦૦ પોઈન્ટનો કડાકો બોલતાં રોકાણકારો નિરાશ થયા હતા. પરંતુ આજે સવારથી જ એફ.આઈ.આઈ. દ્વારા લેવાલી શરૂ થતાં તેજીનો માહોલ જાવા મળે છે.