શેરબજારમાં તેજી સાથે સેન્સેકસ ૫૮૩૦૦ની ઉપર ખુલ્યો,નિફટી ૧૭,૪૦૦ને પાર
મુંબઇ, શેરબજારની શરૂઆત આજે લીલા નિશાનમાં જાેવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં સફળ રહ્યું છે. પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સે ૧૫૦ પોઈન્ટથી વધુ અને નિફ્ટીએ ૫૦ પોઈન્ટથી વધુનો વધારો દર્શાવ્યો હતોશેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો નિફ્ટીએ ૧૭૪૦૦ને પાર કરી લીધો છે. બજાર સેન્સેક્સમાં ૫૮,૩૧૦ ના સ્તરે ખુલ્યું છે અને એનએસઇનો નિફ્ટી ૫૬ પોઈન્ટના વધારા સાથે ૧૭૪૦૮ ના સ્તર પર ખુલ્યો છે.
આજે શેરબજાર ખુલતા પહેલા પ્રી-ઓપનિંગમાં બજાર સેટલ થતા પહેલા મામૂલી તેજી સાથે કારોબાર કરી રહ્યું હતું. મ્જીઈ સેન્સેક્સ ૧૫૧.૫૩ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકાના નજીવા વધારા સાથે ૫૮૩૧૨ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી ૫૬ અંકોના વધારા સાથે ૧૭૪૦૮ ના સ્તર પર કારોબાર કરતી જાેવા મળી હતી.HS