શેરબજારમાં ત્રણ વર્ષની તેજી ધોવાઈ

Files Photo
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વિશ્વના દેશોએ ક્યારેય ન અનુભવી હોય એવી મંદી, કોરોનાના કારણે જાવા મળશે એવી આગાહી કરવામાં આવી છે. કોરોનાને કારણે વિશ્વમાં ૯૦૦૦ થી વધુ લોકોના મોત થયાના સમાચાર સાથે વિશ્વના ૧૭૦ દેશોમાં કોરોનાનો ફેલાવો’ હોવાના સમાચારથી શેરબજારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શેરબજારમાં છેલ્લા ૩ માસમાં ૩૦ ટકા જેટલો ભાવ ઘટ્યો છે. અને છેલ્લા ૩ વર્ષમાં ક્યારેય ન અનુભવી હોય એવી મંદી જાવા મળી છે. સેન્સેક્સ તથા નીફટી તળીયે બેસી ગયા છે. ત્યારે વિદેશી રોકાણકારો ગભરાટને કારણે અવિરત વેચાણ કરી રહ્યા છે. જેને કારણે શેર બજારમાં ભારે કડાકો જાવા મળી રહ્યો છે. શેરબજારના વિશ્લેષકોનું માનવું છે કે ‘કોરોના વાયરસ”ને કારણે સેન્સેક્સ કે નીફટીમાં સુધારો આવે એવા સંકેત દેખાતા નથી તેમ છતાં રોકાણકારોને ઉતાવળીયું પગલું ન ભરવા સલાહ પણ આપી છે.
શેરબજાર ઉઘડતા જ સેન્સેક્સમાં ૧૯૦૦ થી વધુ તથા નિફટીમાં પપ૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જાવા મળી રહ્યો હતો. રોકાણકારોના ચહેરા પણ નિસ્તેજ બની ગયા છે. કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વના ૧૭૦થી વધુ દેશોમાં ફેલાઈ છે. જેની અસર આંતરરાષ્ટ્રીય બજારોમાં જાવા મળે છે. યુરોપિયન બજારોમાં તેની માઠી અસર જાવા મળી રહી છે. વિશ્વના સમગ્ર અર્થતંત્રને કોરોના વાયરસ ખોખલુ બનાવી રહ્યુ છે. ત્યારે તેલ ઉત્પાદન કરનારા દેશો ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો કરી રહ્યા છે. બજારમાં ક્રુડ ઓઈલનો એક બેરલનો ભાવ રપ ડોલર છે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રુડ ઓઈલના ભાવ બેરલનો ર૦ ડોલર થવાની શક્યતા છે.
શેર બજારમાં કડાકો બોલાયા બાદ આજે સોના-ચાંદીના ભાવમાં પણ અવિરત ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવ ૧ કિલોના રૂ.૩૪પ૯૦, જ્યારે સોનાનો ભાવ ૧૦ ગ્રામનો રૂઃ૩૯હજારથી વધુ છે. કોરોના વાયરસથી સૌથી વધારે અસર નાના ઉદ્યોગોમાં તથા નાના અને છૂટક વેપારીઓમાં જાવા મળી રહી છે. શેર બજારમાં બોલાતા કડાકો કોરોના વાયરસના ભયથી લોકો ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. બજારોમાં ભીડ જાવા મળતી નથી. નાના વેપારીઓમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે.
રલ્વે, એસટી બસો કે લાલ બસો તથા બીઆરટીએસમાં મુસાફરોનો રપ થી ૩૦ ટકા ઘટાડો જાવા મળે છે. કોલેજા બંધ છે, ત્યારે કેટલાંક મંદિરો પણ બંધ રાખવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. તે મુજબ વૈષ્ણોદેવીનો પાટોત્સવ મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. શેર બજારના કડાકા સાથે ૯૦ ટકા કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જાવા મળી રહ્યો છે. બેંકોના શેરોનો ભાવો ઘટી રહ્યા છે. ત્યારે માત્ર ેયશ બેંક’ ના શેરોના ભાવમાં ઉછાળો જાવા મળે છે.