Western Times News

Gujarati News

શેરબજારમાં પ્રથમ વખત સેન્સેક્સ ૫૯૯૫૭ અને નિફ્ટી ૧૭૮૪૩ની સપાટીએ પહોંચ્યો

મુંબઈ, ભારતીય શેરબજારોમાં આજે રેકોર્ડ વધારો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૯૫૮ અંક વધી ૫૯૮૮૫ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૭૬ અંક વધી ૧૭૮૨૨ પર બંધ રહ્યો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૨૬૦ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. કારોબાર દરમિયાન પ્રથમ વખત સેન્સેક્સ ૫૯૯૫૭ અને નિફ્ટી ૧૭૮૪૩ના સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, લાર્સન, એચડીએફસી, એક્સિસ બેન્ક, એસબીઆઇ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ ૫.૧૫ ટકા વધી ૧૮૫૧૯.૩૫ પર બંધ રહ્યાં હતા. લાર્સન ૩.૪૬ ટકા વધી ૧૭૭૦.૦૦ પર બંધ રહ્યો હતો. જાેકે ડો.રેડ્ડી લેબ્સ,આઇટીસી, નેસ્લે, એચયુએલ,ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

ડો.રેડ્ડી લેબ્સ ૧.૦૭ ટકા ઘટીને ૪૭૯૬.૦૦ પર બંધ રહ્યો હતાં આઇટીસી ૦.૪૧ ટકા ઘટી ૨૪૨.૪૦ પર બંધ રહ્યો હતો.બીએસઇ પર ૨૩૬૫ શેર્સમાં કારોબાર થયો. જેમાંથી ૧૮૭૮ શેર્સ વધારા સાથે અને ૩૯૯ શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જાેવા મળ્યા. તેની સાથે જ બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૨૬૦ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. સેન્સેક્સ બુધવારે ૭૮ પોઈન્ટ ઘટી ૫૮૯૨૭ પર અને નિફ્ટી ૧૫ પોઈન્ટ ઘટી ૧૭૫૪૬ પર બંધ થયો હતો.

યુએસ ફેડે વ્યાજ દરોને યથાવત રાખવાનો ર્નિણય કર્યો છે. યુએસ ફેડએ કહ્યું છે કે ઈકોનોમિને બુસ્ટ કરવાના જે પણ પગલા ભરવામાં આવી રહ્યાં છે, તે આગળ પણ ચાલુ રહેશે. ફેડે એ સંકેત આપ્યા છે કે આગળ જતા બોન્ડની ખરીદી ઓછી કરવામાં આવશે.આ પહેલા અમેરિકાનું શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જાેન્સ ૧ ટકા વધી ૩૪૨૫૮ પર બંધ થયું હતું. નેસ્ડેક ૧.૦૨ ટકાના વધારા સાથે ૧૪૮૯૬ અને એસએન્ડ પી ૫૦૦ ૦.૯૫ ટકા ઘટી ૪૪૧૬ પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારોમાં છેલ્લા એક-દોઢ વર્ષથી અવિરત તેજી જાેવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૬૦,૦૦૦ પોઈન્ટની નજીક પહોંચી ગયો છે ત્યારે સ્ટોક માર્કેટ તરફ લોકોનું વલણ બદલાયું છે.

બજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોનું આકર્ષણ પણ વધ્યું છે. ૨૦ સપ્ટેમ્બર સુધીમાં બીએસઇ પર રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સની સંખ્યા ૮ કરોડ પર પહોંચી છે. વીતેલા એક વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં ૨.૫૪ કરોડ નવા રોકાણકારો આવ્યા છે. આ હિસાબે માર્કેટમાં રોજના ૧ લાખથી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે (ટ્રેડિંગ દિવસોના હિસાબે).

બીએસઇના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ આશિષ ચૌહાણે એક્સચેન્જ પર ૮ કરોડથી વધુ ઇન્વેસ્ટર રજીસ્ટ્રેશન થવા પર કહ્યું કે, સમગ્ર વિશ્વમાં વિવિધ કારણોસર છેલ્લા ૧.૫ વર્ષમાં સીધા અથવા મ્યુચ્યુઅલ ફંડ્‌સ દ્વારા ઇક્વિટી રોકાણ મજબૂત થઈ રહ્યું છે. ભારત પણ વિશ્વના વલણને અનુસરી રહ્યું છે. દરેક રોકાણકારે સાવચેત રહેવું અને તે કંપનીઓ, પ્રક્રિયાઓ અને સાધનો કે જેમાં તેઓ રોકાણ અથવા વેપાર કરવાની યોજના ધરાવે છે તે વિગતવાર સમજવું મહત્વપૂર્ણ છે.

મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેતન મારવાડીએ કહ્યું હતું કે ડિજિટાઈઝેશનને કારણે લોકો હવે ચેનલાઇઝ થાય એ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ વધુ કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ કે અન્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટર્સ રેશિયો ૩૫% જેવો છે, એની સામે ભારતમાં માત્ર ૫% જેટલો જ છે. ભારતમાં હજુ રિટેલ પાર્ટિસિપેશન વધવાની શરૂઆત થઈ છે. આવનારા દિવસોમાં શેરબજારમાં નાના રોકાણકારોનો ફ્લો ઓર વધશે.

લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્‌સ એન્ડ સ્ટોક બ્રોકિંગના ગુજરાત હેડ વિરલ મહેતાએ જણાવ્યું હતું કે વર્તમાન સંજાેગોમાં ઈન્વેસ્ટર્સનો વિશ્વાસ શેરબજાર પર વધ્યો છે.

વીતેલા એક વર્ષમાં શેરબજારમાં મોટે ભાગે તેજીનો માહોલ રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં સેન્સેક્સ ૩૮,૦૦૦ જેવો હતો અને અત્યારે ૬૦,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. આ સમયગાળામાં રોકાણકારોને સ્ટોક માર્કેટમાંથી સારું અને ઊંચું વળતર મળ્યું છે જેથી ટ્રેડિશનલી જે લોકો ફિક્સ ડિપોઝિટ કે પછી એસેટમાં રોકાણ કરતા હતા તેઓ પણ હવે શેરબજાર તરફ વળ્યા છે. ૨૦૨૦-૨૧માં રૂ. ૨.૬૭ લાખ કરોડ વિદેશી રોકાણ થયું હતું, જ્યારે ૨૦૨૧-૨૨માં ૨૦ સપ્ટેમ્બર સુધીમાં રૂ. ૩૦૭૬૮ કરોડ થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.