શેરબજારમાં મંદી : સેંસેક્સ ૭૨ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો
મુંબઇ : શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની સ્થિતિ વચ્ચે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. મેટલના શેરમાં વેચવાલી રહી હતી.બેન્ચમાર્ક એસએન્ડપી સેંસેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૩૯૧૨૩ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૪ પોઇન્ટ ઘટીને ૧૧૭૦૦ની નીચી સપાટી પર રહ્યો હતો. ઓએનજીસી, તાતા સ્ટીલ, વેદાંતા, બજાજ ઓટો અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી મોટો ઘટાડો થયો છે. બ્રોડરનિફ્ટીમાં ૨૪ પોઇન્ટનો ઘટાડો તા તેની સપાટી ૧૧૭૦૦ નોંધાઇ છે. માર્કેટ બ્રિડથ મંદીમાં રહી હતી. કારણ કે તેજી કરતા મંદીમાં વધારે શેર રહ્યા હતા. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સ પૈકી બે માત્ર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. જ્યારે મોટા ભાગે મંદી રહી હતી. ૧૧ સેક્ટરલ ઇન્ડેક્સ પૈકી માત્ર બેમાં તેજી રહી હતી.
નિફ્ટી મેટલમાં ૧.૩ ટકા અને નિફ્ટી રિયાલિટીમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટની વાત કરવામાં આવે તો બીએસઇ મિડકેપમાં ૪૬ પોઇન્ટનો ઘટાડો થયોહતો જેથી તેની સપાટી ૧૪૫૭૮ રહી હતી. જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૨૧ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૪૦૬૩ રહી હતી. પિરામલ એન્ટરપ્રાઇઝના શેરમાં પાંચ ટકાનો વધારો રહ્યો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહી શકે છે.
ગુરૂવારના દિવસે એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહુતિ થનાર છે. જેથી રોકાણકારો અને ભાગીદારો જુલાઇ સિરિઝમાં પોતાની સ્થિતી રજૂ કરવા માટે પ્રયાસમાં રહેશે., મોનસુનની પ્રગતિ ધીમી ગતિથી થઇ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ દક્ષિણપશ્ચિમ મોનુસન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા, વિદર્ભ તરફ આગળ વધી રહ્યુ છે.
માર્કેટની પણ મોનસુન પર નજર રહેલી છે. કારણ કે બજારની દિશા નક્કી કરવામાં તેની પણ ભૂમિકા રહે છે. મે મહિનાના ફિસ્કલ ડેફિસીટના આંકડા અને ઇન્ફ્રાસ્ટકચર આઉટપુટ ડેટા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. બંને આંકડાને મહત્વપૂર્ણ ઘણવામાં આવે છે. જી-૨૦ની બેઠક પણ હવે યોજાનાર છે. બગડી રહેલી વૈશ્વિક આર્થિક સ્થિતી વચ્ચે જી-૨૦ની બેઠકમાં હવે જાપાનમાં શરૂ થઇ રહી છે.