શેરબજારે ઈતિહાસ સર્જ્યો: સેન્સેક્સ ૫૮,૦૦૦ને પાર, નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી વટાવી
મુંબઈ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. શેરબજારે ફરી એકવાર ઈતિહાસ સજ્ર્યાે હતો. પ્રથમવાર સેન્સેક્સ ૫૮,૦૦૦ને વટાવી જતાં બજાર રેકોર્ડ હાઈ પર આવી ગયું હતું. પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટ ઉછળીને ૫૮,૦૬૯ પર પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ ૬૬ પોઈન્ટ વધીને ૧૭,૩૦૦ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હતી.
આ અગાઉ પણ ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ૫૧૪ પોઈન્ટ ઊછળીને નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી પણ ૧૫૭ પોઈન્ટ વધીને ૧૭,૨૩૪ના સર્વાેચ્ય સ્તરે બંધ રહી હતી.
જાેકે, પાછળથી બજાર ઉપલા સ્તરેથી પટકાયું હતું અને સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૧.૪૫ કલાકે સેન્સેક્સ ૬૯ પોઈન્ટ ઘટીને ૫૭,૭૮૩ પર પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ ૧૪ પોઈન્ટ ઘટીને ૧૭,૨૧૮ની સપાટીએ પહોંચી ગઈ છે. આમ આ લખાઈ રહ્યું છે ત્યાર સેન્સેક્સે ૫૮,૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે.
આજે શરૂઆતના ટ્રેડિંગમાં ૧,૬૪૯ શેર તેજી સાથે અને ૫૦૨ શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સે ૫૮,૦૦૦ની ઐતિહાસિક સપાટી વટાવતાં બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ.૨.૫૩ લાખ કરોડને વટાવી ગયું હતું.
સેસેક્સમાં ટાઈટનનો શેર ૨ ટકાના ઉછાળા સાથે ટોચ પર રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક બેન્ક, એસબીઆઈ, એનટીપીસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં પણ ઉછાળો જાેવા મળ્યો હતો. બીજી બાજુ એચસીએલ ટેક, એચયુએલ, એમ એન્ડ એમ, ટેક મહિન્દ્રા અને ટીસીએસના શેરમાં ઘટાડો નોંધાયો હતો, જાેકે, આજે રિયલ્ટી શેરમાં ભારે ઉછાળો જાેવા મળ્યો હતો.
જાેકે સેન્સેક્સમાં સામેલ શેરમાં ૩.૩૪ ટકાની તેજી સાથે સૌથી વધુ ઉછાળો ટીસીએસના શેરમાં જાેવા મળ્યો હતો. આ ઉપરાંત એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડીઝ, નેસ્લે ઈન્ડિયા, કોટક બેન્ક અને ટાઈટનમાં પણ તેજી જાેવા મળી હતી.
બીજી બાજુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ૨.૨૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. ઘટનારા અન્ય શેરમાં બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, એલ એન્ડ ટીનો સમાવેશ થાય છે.
આજનાં ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સ, જસ્ટ ડાયલ, આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ, વોડાફોન આઈડિયા, અદાણી ગ્રીન, પીએનબી અને કોલ ઈન્ડિયાના શેર પર ટ્રેડર્સનું ફોક્સ જાેવા મળ્યું હતું.
નિફ્ટી-૫૦માં સૌથી વધુ નફામાં ટ્રેડિંગ કરનારા શેરમાં કોટક બેન્કના શેરમાં લગભગ ૨ ટકાની તેજી જાેવા મળે છે. આ ઉપરાંત ગ્રાસિમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર અને ટાઈટન જેવી બ્લૂચિપ કંપનીના શેરમાં પણ શરૂઆતના કારોબારમાં તેજી જાેવા મળી હતી.