શેર બજારના સેંસેકસ ૧૦૬૬ અંક ઘટી ૩૯,૭૨૮ પર બંધ
મુંબઇ: આજે શેર બજારમાં ભારે વેચવાલી નજરે આવી.શેર બજારનો સેંસેકસ ૧૦૬૬ અંક ઘટીને ૩૯,૭૨૮ પર બંધ થયો જયારે નિફટી ૨૯૦ અંક નીચે ઉતરી ૧૧,૬૮૦ના સ્તર પર બંધ થયો સેંસકસમાં એશિયન પેટ્સને છોડી તમામ શેરોમાં ઘટાની સાથે લીલા નિશાન પર બંધ થાય
એક સમયેં સેંસેકસમાં ૭૦૦થી વધુની અંકનોનો ઘટાડો નોંધાયો હતો અને આ ૪૦,૦૮૩,૫૧ પર કારોબાર કરી રહ્યો હતેં.સેંસકેસ આજેના ઉચ્ચ સ્તર પર ૪૧,૦૪૮,૦૫થી ૯૬૪ અંક નીચે આવી ચુકયો છે જયારે નિફટીના ૫૦માંથી ૩૪ શેરોમાં ઘટાડો નોંધાયો છે. યુરોપના બજારમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે જયારે ડાઓ ફયુચર્સમાં ૧૭૨ અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.તેની અસર ભારતીય બજારો પર પણ જાેવા મળી રહી છે નિફટી હવે ૧૧૭૪૮ પર આવી ગયો.
આજે બજારનું ૧૧મું સત્ર પણ સરસાઇ સાથે ખુલ્યુ હતું
ગુરૂવારે બોમ્બે સ્ટોક એકસચેંજના ૩૦ શેરોવાળા સંવેદી સુંચકાક સેંસેકસ ૨૫૩ અંકની તેજીની સાથે ૪૧,૦૪૮.૦૫ ના સ્તર પર ખુલ્યું. જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી પણ ૧૨,૦૨૩.૪૫ના સ્તરથી આજે કારોબારની શરૂઆત કરી હતી. જાે કે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે મુખ્ય શેર સુચકાંક સેસેંકસમાં ગુરૂવારે શરૂઆતી કારોબાર દરમિયાન ૨૦૦ અંકોથી વધુનો ઘટાડો આવ્યો આ દરમિયાન ૩૦ શેરો પર આધારિત બીએસઇ સેંસેકસ ૧૪૮.૩૬ અંક કે ૦.૬૧ ટકાના ધટાડા સાથે ૪૦,૫૪૬.૩૮ પર કારોબાર કરી રહ્યો હતો જયારે એનએસઇ નિફટી ૬૨.૦૫ અંક કે ૦.૫૨ ટકાના ઘટાડા સાથે ૧૧,૯૦૯ પર હતો.
અમેરિકી ડોલરની મજુબીતી તથા ઘરેલુ શેર બજારમાં ભારે વેચવાલીની વચ્ચે આંતરબેંક વિદેશી મુદ્રા વિનિયમ બજારમાં રૂપિયાની શરૂઆતી લાભ ગુમાવ્યો અને આ ડોલરની સરખામણીમાં પાંચ પૈસાના ઘટાડાની સાથે ૭૩.૩૨ રૂપિયા પર ખુલ્યો તથા કારોબારના અંતમાં ડોલરની સરખામણીમાં પાંચ પૈસાના ઘટાડાની સાથે ૭૩.૩૬ રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો બુધવારે બંધ ભાવ ૭૩.૩૧ રૂપિયા પ્રતિ ડોલર હતો કારોબાર દરમિયાન વિનિમય દરમાં ૭૩.૨૨-૭૩.૪૧ના દાયરામાં વધધટ થઇ. બજાર સુત્રોના જણાવ્યા અનુસાર કોવિડ ૧૯ના વધતા મામલા અને અમેરિકી પ્રોત્સાહન પેકેજને લઇ અનિશ્ચિતતાઓના કારણે રોકાણની ધારણ પ્રભાવિત થઇ
આ ઉપરાંત ડોલરના મજબુત થવા અને ઘરેલુ શેરોમાં ભારે વેચવાલીથી પણ રૂપિયાની ધારણા પ્રભાવિત થઇ આ દરમિયાન છ મુખ્ય મુદ્રાઓની સમક્ષશ્ર ડોલરની વધઘટ દર્શાવનારા ડોલર સુચકાંક ૦.૩૪ ટકા મજબુત થઇ ૯૩.૬૯ પર પહોંચી ગયો શેર બજારોના આંકડા અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણ મુડીરોકાણમાં શુધ્ધ લેવાલી બનેલ છે