શેર બજારમાં ટેક અને ટેલિકોમ સિવાયના તમામ સેક્ટર્સમાં તેજી
સેન્સેક્સ ૨૬૮ પોઈન્ટ ઊછળીને ૩૮,૧૪૦ ઊછળીને ૧૧,૨૩૭ સપાટીએ બંધ રહ્યો
મુંબઈ, ઘરેલુ શેરબજાર આજે વધીને બંધ આવ્યું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૬૮ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા ઉછળીને ૩૮,૧૪૦ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૮૨ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકા વધીને ૧૧,૨૩૭ નજીક બંધ થયા છે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો ઇન્ડેક્સ ૨૦૧ અંક સુધરીને ૨૩,૦૮૩ નજીક સેટલ થયો છે.
આ સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૯૮ ટકા અને ૦.૬૧ ટકા વધીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે ટેક અને ટેલિકોમ સેક્ટર્સ સિવાય અન્ય લગભગ બધા સેક્ટર્સમાં તેજી જોવા મળી. આજે લગભગ ૧,૪૩૬ શેર્સમાં તેજી, ૧,૧૮૪ શેર્સમાં મંદી જોવા મળી. જ્યારે ૧૪૫ શેર્સ ફેરફાર વગર રહ્યા. ગુરુવારે ડોલર સામે રૂપિયો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો અને ૭૪. ૭૪ ટ્ઠં પર બંધ રહ્યો હતો.
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવથી રોકાણકારોની ભાવનાને અસર થઈ, જેના માટે રૂપિયો તેની સરસાઈ જાળવી શક્યો નહીં. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૭૪.૬૫ ની મજબૂતીમાં ખુલ્યો છે. પરંતુ તેણે પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો અને સતત વલણ સાથે ડોલર દીઠ ૭૪.૭૫ પર બંધ રહ્યો હતો. બુધવારે રૂપિયો પણ ડોલર દીઠ ૭૪.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર વેળા રૂપિયો ૭૪.૫૨ની ટોચ પર પહોંચી ગયો હતો. તે પણ ડોલર દીઠ ૭૪.૭ ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
ચલણ વેપારીઓએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન ડોલર નબળો હતો, વિદેશી મૂડીનો પ્રવાહ હતો અને સ્થાનિક શેરબજારોમાં રૂપિયો ઝડપી વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો. પરંતુ યુએસ અને ચીન વચ્ચે વધી રહેલા તણાવના અહેવાલોએ રોકાણકારોની ભાવનાને અસર કરી, જેના કારણે રૂપિયો પ્રારંભિક ધાર ગુમાવ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વધુ ચીની દૂતાવાસો બંધ કરવું ‘શક્ય’ છે. ડોલર ઇન્ડેક્સ ૦.૦૮ ટકા ઘટીને ૯૪.૯૧ પર બંધ રહ્યો હતો. આ સૂચકાંક છ વૈશ્વિક ચલણ સામે ડોલરના વલણને પ્રતિબિંબિત કરે છે.