શેર બજાર: સૌપ્રથમવાર સેન્સેક્સ 50 હજારને પાર
નવી દિલ્હી, દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ થયા બાદ શેર બજારમાં તેજી ચાલુ જ છે, આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો ઇન્ડેક્સ સેંન્સેક્સ 458.03 પોઇન્ટ એટલે કે 0.92 ટકાની તેજી સાથે 50255.75 નાં સ્તર પર બંધ થયો, ત્યાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 142.10 પોઇન્ટ (0.97 ટકાની ) ની વૃધ્ધી સાથે 14789.95 નાં સ્તર પર બંધ થયો.
અર્થશાસ્ત્રીઓ અને બજાર નિષ્ણાતોનું માનવું છે કે સોમવારે રજુ થયેલું બજેટ એક સાહસિક અને વૃધ્ધી તરફ પ્રેરનારૂ બજેટ છે, બે સરકારી બેંકોનાં ખાનગીકરણ અને જમીન જેવી સરકારી પ્રોપર્ટીને વેચીને નાણા ઉભા કરવાનાં પ્રસ્તાવને પણ બજારે પોઝિટીવ માન્યો છે.
આ જે ઇન્ડસઇન્ડ બેંક, પાવરગ્રીડ, કોલ ઇન્ડિયા, ડિવિસ લેબ, અને ડોક્ટર રેડ્ડીનાં શેર લાલ નિશાન પર બંધ થયા, ત્યાં જ શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યુપીએલ, ગ્રાસિમ, અને મારૂતિનાં શેર લાલ નિશાન પર બંધ થયા.
સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે FMCG અને રિયલ્ટી ઉપરાંત તમામ સેક્ટર્સ લાલ નિશાન પર બંધ થયા, તેમાં બેંક, પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક, ફાર્મા, મેટલ, ફાઇનાન્સિયલ સર્વિસીસ, ઓટો,આઇ ટી અને મિડિયાનો સમાવેશ થાય છે.