શેર માર્કેટના મોટા ટ્રેડર્સમાં ગુજરાતીઓની સંખ્યા વધુ
જાે તમને એવું કહે કે કોઈ કંપની વિશે તેની પાસે ગુપ્ત માહિતી છે અને આ માહિતી મુજબ જે-તે કંપનીના સ્ટોક ખૂબ જ ઉપર જવાના છે, તો ? આ સાથે જાે એ માહિતી ફક્ત તમને જ મળે તો ? બીજા રોકાણકારો માટે તે અન્યાય છે.
જાે તમે આ માહિતીનો ઉપયોગ કરીને નફો કમાઈ લો અથવા સ્ટોકને મેનિપ્યુલેટ કરી દો તો તે ઈનસાઈડર ટ્રેડિંગ છે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે દરેક પ્રકારનું શેર પ્રાઈસનું અનુમાન શેર કરવું, એ ઈનસાઈડર ટ્રેડિંગ નથી.
બહુ ઓછા એવા ગુજરાતી હશે જેણે શેર માર્કેટમાં પૈસા નહીં રોક્યા હોય. ગુજરાતમાં એવી પર વિભૂતિઓ મળી રહેશે જે દેવા કરીને શેર માર્કેટમાં રોકાણ કરે છે. સવારે ટપરી પર મિત્રો સાથે ચા પીતા-પીતા કઇ કંપનીના શેર લેવા જાેઈએ અને કઈ કંપનીએ નુકસાન કરાવ્યું એની ચર્ચાઓ સાંભળવા મળી જશે.
આપણે ત્યાં ગુજરાતમાં વોલ સ્ટ્રીટ કે દલાલ સ્ટ્રીટ નથી પરંતુ જે શેર માર્કેટ સંબંધી જે સ્કેલના ગપ્પાઓ સાંભળવા મળશે તે કોઈ વોલ સ્ટ્રીટ કે દલાલ સ્ટ્રીટમાં નહીં મળે. શેર માર્કેટના મોટા ટ્રેડર્સમાં ગુજરાતીઓની સંખ્યા વધુ જ હશે. આવા સમયે એ જાણવું જરૂરી છે કે શેર માર્કેટ ખરેખર કયા સમીકરણો પર કામ કરે છે.
સ્કેમ ૧૯૯૨ વેબ સિરીઝ બધાએ વખાણી અને ગુજરાતમાં તો ખૂબ પ્રખ્યાત થઇ, કારણ કે શેર માર્કેટમાં પૈસાના રોકે એ ગુજરાતી શાનો ! હર્ષદ મહેતા પરના આરોપો એક અલગ વિષય છે પરંતુ શેર માર્કેટ વિશે જે પણ હશે તે ગુજરાતમાં તો ચાલશે જ.
પરંતુ સ્ટોક માર્કેટની ડાર્ક સાઈડ પણ છે. સ્ટોક મેનીપ્યુલેશન, ઈનસાઈડર ટ્રેડિંગ અને કેવી રીતે કોઈ લોકો દ્વારા સ્ટોક માર્કેટને અલગ અલગ કયુક્તિઓ દ્વારા અસર કરાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આજે સ્ટોક માર્કેટના એ અંધારા પાસા તરફ થોડી નજર નાંખીએ.
સૌ પ્રથમ તો એ પ્રશ્ન થાય કે સ્ટોક માર્કેટ અસ્તિત્વ જ શા માટે ધરાવે છે ? શા માટે આખી પ્રણાલી ઉભી કરવામાં આવી છે ? દરેક કંપનીને મોટા સ્કેલના પ્રોજેક્ટ્સ કરવા નાણાંની જરૂર પડે છે. જાે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થઈ જાય તો તેને પોતાના શેર બજારમાં મૂકીને તેના બદલામાં નાણાં મળે છે.
કોઈપણ એક વ્યક્તિ કોઈ કંપની પર વધુ સમય સુધી મોટી રકમ રોકી ન શકે. આ કારણે શેર માર્કેટનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો જેમાં લોકો એકસાથે કંપનીમાં રોકાણ કરી શકે અને કંપનીને જરૂરી નાણાં મળી શકે. બદલામાં જાે કંપની નફો કરે તો તેનો ભાગ તેના દરેક શેર હોલ્ડરને મળે છે. અહીં એ મહત્ત્વનું છે કે આપણે કંપની વિશે તેટલું અનુમાન લગાવી શકવા જાેઈએ કે તે કંપની પ્રોફિટ કરશે કે નહીં.
પરંતુ જાે તમને કોઈ એવું કહે તો કે કોઈ કંપની વિશે તેની પાસે ગુમ માહિતી છે. આ માહિતી મુજબ તે કંપનીના સ્ટોક ખૂબ જ ઉપર જવાના છે. આ સાથે જાે આ માહિતી ફક્ત તમને જ મળે તો ? બીજા રોકાણકારો માટે તે અન્યાય છે. જાે તમે આ માહિતીનો ઉપયોગ કરીને નફો કમાઈ લો અથવા સ્ટોકને મેનિપ્યુલેટ કરી દો તો તે ઈનસાઈડર ટ્રેડિંગ છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે દરેક પ્રકારનું શેર પ્રાઈસનું અનુમાન શેર કરવું એ ઈનસાઈડર ટ્રેડિંગ નથી. જેમકે જાે કોઈ જર્નાલિસ્ટ પોતાના આર્ટિકલ માટે કે રિસર્ચ માટે કોઈ કંપનીની અંદરની માહિતીઓનું વિશ્લેષણ કરે તો તેને ઈનસાઈડર ટ્રેડિંગ ન કહેવાય. પરંતુ જાે તે જ જર્નાલિસ્ટ કંપનીની અંદરની માહિતીઓથી નફો કમાય તો તે ઈનસાઈડર ટ્રેડિંગ કહેવાશે.
અહીં એ પ્રશ્ન થશે કે જાે કોઈ કંપનીનો કર્મચારી ખાનગી રીતે કંપનીની માહિતી કોઈને કહે તો તે કેવી રીતે બહાર આવી શકે ? કેવી રીતે કોઈ વ્યક્તિને ઈનસાઈડર ટ્રેડિંગ કરતાં પકડી શકાય ? જાણીને નવાઈ થશે કે ઈનસાઈડર ટ્રેડિંગને પકડવા કોઈ જ રસ્તો નથી. કારણકે કોઈનું કહેલું પુરવાર કરવું અઘરું છે. ઈનસાઈડર ટ્રેડિંગના પુરાવા મેળવવા પણ અઘરા છે.
આજ કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં બધે સ્ટોક માર્કેટને મેનિપ્યુલેટ કરાય છે. તેનું એક ઉદાહરણ જાેઈએ તો ગોલ્ડમેન સેએક્સ છે જે એલ્યુમિનિયમનું પણ ઉત્પાદન કરતી હતી. આ કંપની દ્વારા કરાયેલ એલ્યુમિનિયમના ભાવ કૃત્રિમ રીતે વધારવા એક સ્કેમ ખુલ્લું પડ્યું હતું.
તેમના દ્વારા નોર્થ અમેરિકામાં એલ્યુમિનિયમના ભાવ કૃત્રિમ રીતે વધારવા તેનો જથ્થો જાણીબુજીને અંકુશમાં રાખ્યો હતો. આ કારણે માંગમાં વધારો કરીને તે મોંઘા ભાવે બાકીું એલ્યુમિનિયમ વેંચી શકે. આ તો થઈ ગેરકાયદેસર રીતે સ્ટોકના ભાવ જાણવાની વાત. પરંતુ ઘણીવાર કાયદેસર રીતે પણ સ્ટોકના ઘણી પ્રકારના નિર્ણયોની નકારાત્મક અસર થાય છે.
કોઈ પણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં શું જાેઈને રોકાણ કરે છે ? જવાબ સરળ છે, નફો. પરંતુ જાે વાસ્તવિક રીતે નફા સાતે તે કંપનીની દેશને થતી અસર જાણવી ખૂબ જરૂરી છે. જાે કોઈ કંપની નકામા, નુકસાનકારક, અથવા તો પર્યાવરણને દૂષિત કરતાં પ્રોડક્ટ બનાવી નફો મેળવે છે તો તે આપણાં માટે નુકસાનકારક છે. તો આવી કંપનીના સ્ટોકમાં વધુ રોકાણ કરીને આપણે અંતે તો ખોટમાં જ ગયા કહેવાય ભલે એ નાણાંકીય ખોટ ન હોય.
‘બકા આ સ્ટોક તો ઉપર જશે હો ! લઈ લે’ શેર બજારમાં ખરીદ મોટે ભાગે કંપનીનું કામ જાેયા કરતાં કોઈ પાસેથી તેના વખાણ સાંભળીને થાય છે. આને હર્ડ મેન્ટાલિટી કહે છે. કોઈનું અનુસરણ કરીને કંપનીના સ્ટોકમાં રોકાણ કરવું એ ભૂલભરેલું ગણાય. આ કારણે ઘણી વખત કોઈ કંપનીનું કામ જાેયા વગર જ તેના ભાવમાં વધારો થઈ જાય છે.
સ્ટોક માર્કેટ પર થતી આ એક મનોવૈજ્ઞાનિક અસર છે. આ સંદર્ભી એક ખ્યાલ પ્રખ્યાત છે જે પમ્પ એન્ડ ડમ્પ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ પહેલા કોઈ કંપનીના મોટા પ્રમાણમાં શેર લઈ લેશે. ત્યારબાદ તે કંપનીને પીઆર મારફતે ખૂબ પ્રખ્યાત બનાવી દેશે. જ્યારે તેના શેર ભાવ ખૂબ જ વધી જશે ત્યારે આ સૂડો હાઈપ દ્વારા નફો કમાશે.
આ ખ્યાલ શેર માર્કેટમાં ખૂબ જ સામાન્ય છે. કંપની પીઆર, જાહેરાત કે કોઈ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ દ્વારા પોતાના શેર પ્રાઈસ આસમાને પહોંચાડી શકે છે. આ મનોવૈજ્ઞાનિક અસરને કારણે કંપનીના મૂળ કામની ગુણવત્તા પર ધ્યાન દેતું નથી. આ ખ્યાલનો વિરોધી ખ્યાલ પણ પ્રચલિત છે. આ ખ્યાલને શોર્ટ એન્ડ ડિસ્ટોર્ટ કહેવાય છે.
આ ખ્યાલમાં કંપનીને બદનામ કરીને નફો કમાવાય છે. જાે તમે જાણો છો કો કે કોઈ કંપની ખરાબ પ્રદર્શન કરવાની છે તો તમે તેના શોટર્સ ખરીદી શકો છો. ઘણી વખતે કંપનીને કોઈ રીતે ડિફેમ કરીને તેના સ્ટોક પ્રાઈઝ ગગળાવી નંખાય છે. આ સમગ્ર કામ આજના સોશિયલ મીડિયાના જમાનામાં ખૂબ સહેલું છે.
એક કંપની ઈન્ફિબીમ એવેન્યૂના સ્ટોક ફક્ત એક વોટ્સએપ મેસેજના લીધે ગગળી ગયા હતા. આ રીતે એક હર્ડ મેન્ટાલિટીના લીધે સ્ટોક માર્કેટ મેનિપ્યુલેટ થાય છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું એ ખોટું નથી. પરંતુ તેમાં રોકાણ કરવા જે એપ્રોચ ફેલાયેલ છે તેને બદલવાની જરૂર છે.
જાે કોઈ રોકાણકાર કંપનીની સાચી માહિતી વિશે જાણીને કોઈ રોકાણ કરે તો એક સ્વસ્થ પ્રણાલી બનાવી શકાય. વધુમાં કોઈ ઉધાર લીને કે લોન લઈને ઈન્વેસ્ટ ન જ કરવું જાેઈએ. અંતમાં એટલું ઉમેરવું છે કે કોઈ કહે એટલે નહીં, તમારૂ વિશ્લેષણ કહે એટલે સ્ટોક ખરીદો.