શેલામાં સગાઈ તોડી નાંખતાં પૂર્વ ફિયાન્સીએ યુવક સાથે અકસ્માત કરી ચપ્પુના ઘા માર્યા

(એજન્સી)અમદાવાદ,
શેલામાં યુવકને મહેસાણાથી યુવતી સાથે મનમેળ ન આવતા સગાઈ તોડી નાખી હતી. તેમ છતાં યુવતી યુવકને ફોન કરીને હેરાન કરતા યુવકે નંબરો બ્લેકલીસ્ટમાં મુકયા હતા. તેની અદાવત રાખીને યુવક શેલા પાસે જયુપીટર લઈને કામઅર્થે જતો હતો. ત્યારે યુવતીએ પુરઝડપે કાર લઈને આવીને ટકકર મારીને યુવકને નીચે પાડી દીધો
હતો. બાદમાં તુ કેમ વાત કરતો નથી. કહીને ચપ્પુના ઘા માર્યા હતા. આ અંગે યુવકે પૂર્વ ફીયાન્સી સામે બોપલ
પોલીસ સ્ટેશનમાં ફરીયરાદ નોધાવી છે.
શેલામાં રહેતા જયકુમાર પટેલ ઓટોમેશનનો ધંધો કરે છે. તેમના લગ્ન વર્ષ ર૦૧૬માં પાટણની મોનીકા સાથે થયા છે. જેમાં ૧૩ વર્ષ પહેલા તેમની સગાઈ મહેસાણાના ચંદ્રકાંતભાઈ પટેલની પુત્રી રીન્કુ ઉર્ફે રીન્કી સાથે થઈ હતી. તેમજ જયકુમારની મોટી બહેન રોશનની સગાઈ રીન્કુના ભાઈ ભાવેશ સાથે થઈ હતી. એટલે કે સામસાટા થયું હતુ. પરંતુ જયને રિન્કુ અને રોશનીની ભાવેશ સાથે મનમેળ ન આવતા સગાઈ તોડી નાખી હતી. ત્યારબાદ રીન્કુના લગ્ન મહેસાણાના સંદીપ પટેલ સાથે થયા હતા.
જે બાદ રીન્કુ જયને ફોન કરીને મારા લગ્ન તારી સાથે થયા હોત તો સારૂ હોત જે બાદ પણ રીન્કુ અવારવનાર ફોન કરીને હેરાન કરતી હતી. ગત રપ ફેબ્રુઆરીએ જય જયુપીટર લઈને ધંધાના કામઅર્થે શેલામાં આવેલ સન સ્કાય વ્યુ સાઈટ પાસેથી પસારર થતો હતો તે સમયે રીન્કુ પૂરઝડપે કાર લઈને આવી હતી અને જયુપીટરને ટકકર મારી જયને નીચે પાડી દીધો હતો. આટલું જ નહી કારમાંથી ચપ્પુ લઈને જય પાસે આવીને કેમ વાત કરતો નથી કહીને બે ઘા મારી દીધા હતાં.