શેલ્બી હોસ્પિટલ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી
અમદાવાદ, આજની દુનિયામાં કેન્સર રોગ – દર્દીઓ અને તેનાથી સંકળાયેલા દરેક વ્યક્તિઓ પર એના શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસરને લીધે, સૌથી ભયાનક રોગોમાંથી એક છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દરેક વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસ ને કેન્સર વિશે જાગૃતિ લાવવા અને તેના નિવારણ, શોધ અને સારવારને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસનું મુખ્ય લક્ષ્ય એ કેન્સરથી થતી બીમારી અને મૃત્યુને નોંધપાત્ર રીતે ઘટાડવાનું અને કેન્સરથી બચી રહેલા દર્દીઓના માનસિક અને શારીરિક અન્યાયને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરવાની માટે એક તક બનવાનું છે.
શેલ્બી હોસ્પિટલ્સ- નરોડા એ અમદાવાદ અને ગુજરાતની એક સૌથી પ્રખ્યાત હોસ્પિટલ્સમાંથી છે, જે કેન્સરની વિસ્તૃત
સંભાળ પૂરી પાડે છે. આજે વિશ્વ કેન્સર દિવસ ના પ્રસંગે શેલ્બી હોસ્પિટલ્સ નરોડા ઍ કેટલીક અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે
વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી. 1000+ થી વધુ કેન્સર રોગના સરવાઇવર્સ, કૅન્સરના નિષ્ણાત ડોકટરો અને
યુવાનો સહિતના ઉત્સાહીઓનાં જૂથે કેન્સર વિશે જાગરૂકતા ફેલાવવા માટે 9 કિલોમીટર સાયક્લોથોન સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમોમાં – “સ્વસ્થ આહાર લઇ કઈ રીતે સક્રિય બનવું” ના વિષય પર વર્કશોપ, પોસ્ટર અને સ્લોગન સ્પર્ધા, અને “I AM – I WILL” વૈશ્વિક અભિયાન માટે એક આરોગ્ય ચર્ચા પણ યોજવામાં આવી હતી. “I AM – I WILL” અભિયાન એક સખત પગલાં લેવા માટેનું આમંત્રણ છે જે વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટે વિનંતી કરે છે અને તે લોકો દ્વારા આજ ના દિવસમાં લેવામાં આવેલું નિર્ણયો અને પગલાંઓની શક્તિને રજૂ કરે છે જેની હકારાત્મક અસર ભવિષ્યમાં જોઈ શકાશે.
વિશ્વ કેન્સર દિવસ પ્રસંગે પોતાના વિચારો રજુ કરતા શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન ર્ડો વિક્રમ શાહ એ જણાવ્યું
કે, શેલ્બી હોસ્પિટલ્સ ખાતે અમે વિશ્વની શ્રેષ્ઠ તકનીકીઓ અને નવીનતાઓની શોધ, અનુકૂલન અને આત્મસાત
કરીને વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરા પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એક જ છત નીચે
મોટાભાગના પોષાય એવા ખર્ચમાં સંપૂર્ણ આરોગ્ય સંભાળ પહોંચાડવી એ જ અમારું સૂત્ર છે, જેની લીધે આજે ભારત
અને વિશ્વમાં શેલ્બી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને વાઇબ્રેન્ટ ઓપીડી કેન્દ્રોની સાંકળ સ્થાપિત થવું શક્ય બન્યું છે.
શેલ્બી હોસ્પિટલો આજે ભારતના મેડિકલ ટૂરિઝમ નકશામાં ગૌરવનું સ્થાન મેળવે છે અને વ્યાપક આરોગ્ય ઉકેલો
પ્રદાન કરવાના પોતાના મિશનને ચાલુ રાખે છે.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, હું કેન્સર સામે લડી જેમને જીત મળી છે એવા અમારા સાહસિક દર્દીઓ, અમારા નિષ્ણાત ડોકટરો અને શેલ્બી પરિવારના બધા સભ્યોને અભિનંદન આપું છું અને સાથે મળીને અમે સંકલ્પ કરીયે છે કે “I AM- I WILL”. અમે કેન્સરના સામે જોડે મળીને લડતા રહીશું. છેલ્લા ૬ મહિનાની કોવિડ – ૧૯ દેશવ્યાપી રોગચાળો દરમિયાન શેલ્બી હોસ્પિટલ્સ નરોડા ના ઓનકોલોજી, રેડીએશન અને ઓનકો સર્જરી વિભાગે અતિ પ્રશંસનીય કાર્ય કર્યા અને રોજિંદા ધોરણે 150 થી વધુ દર્દીઓની કિમો થેરાપી , રેડિએશન થેરાપી અને સર્જરી દ્વારા સફળ સારવાર અને દેખરેખ કર્યા.
૪ ફેબ્રુઆરી ના રોજ શેલ્બી હોસ્પિટલ્સ નરોડા દ્વારા તેના વિશિષ્ટ રેડિયોચિકિત્સા કેન્દ્ર જે અદ્યતન વેરિઅન ટ્રાયોલોજી
રેડિયોથેરાપી મશીનથી (ફ્લેટનિંગ ફિલ્ટર ફ્રી તકનીક સાથે) સજજ છે, એના ૩ સફળ વર્ષોની ઉજવણી પણ કરવામાં
આવી હતી. કેન્સરના દર્દીઓની ખાસ સારવાર માટે . 4 ફેબ્રુઆરી, 2018 ના રોજ આ અત્યાધુનિક કેન્દ્રનું ઉદઘાટન
કરવામાં આવ્યું હતું અને આજ સુધી આ કેન્દ્રમાં ૫૦૦૦ થી વધુ રેડિયો થેરાપી દર્દીઓને અને ૧૦૦૦૦ થી વધુ કીમો
થેરાપી દર્દીઓને આપવામાં આવી છે.
શેલ્બી હોસ્પિટલ્સ નરોડા એ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ છે જેણે વેરીઅન એફએફએફ રેડિયોથેરપી મશીન રજૂ કર્યું
છે. એફએફએફ ટેક્નોલોજી એક પ્રકારની આધુનિક તકનીક છે જે આસપાસના પેશીઓને નુકસાનથી બચવા માટે
રેડિયેશન કિરણોને નિયંત્રિત કરીને કેન્સરની ચોકસાઇ અને અસરકારક સારવાર કરવામાં મદદ કરે છે. આ ટેક્નોલોજી
નિષ્ણાતોને જટિલ અને સારવાર ન કરી શકાય તેવા કેન્સરના પ્રકારોની ઉત્તમ પરિણામો સાથે સારવાર કરવામાં
મદદ કરે છે. તે ખરેખર ફક્ત હોસ્પિટલ માટે જ નહીં પરંતુ દર્દીઓ જેને કેન્સરની ગુણવત્તાની સારવારની જરૂરિયાત
છે એના માટે પણ એક મહાન પરાક્રમ છે, શેલ્બી હોસ્પિટલ્સ નરોડાના ઓનકોલોજી એન્ડ ઓનકો સર્જરી ડિપાર્ટમેન્ટ, કેન્સરના વિવિધ પ્રકારોની સારવાર માટે ઉચ્ચ કેન્સરની સારવાર મોડ્યુલો પ્રદાન કરે છે. મેડિકલ ઓનકોલોજી, રેડિયેશન થેરેપી, સર્જરી, કેમોથેરાપીથી કેન્સરના વિવિધ પ્રકારોની ઉપચાર માટે ઉપશામક સંભાળની સાથે સાથે શેલ્બી નરોડા હોસ્પિટલ્સ મેડિકલ અને સર્જિકલ સારવારથી દર્દીઓના અનુભવ માટે વિવિધ નિદાન પદ્ધતિઓ પણ પ્રદાન કરે છે જેવી કે મેમમોગ્રામ, એમ આર આઈ અને પી એ પી ટેસ્ટ.
તમામ મેડિકલેમ, વીમા, કોર્પોરેટ અને સરકારી ચેનલો દ્વારા માન્યતા પ્રાપ્ત અને એમ્પેનલ્ડ, શેલ્બી હોસ્પિટલ્સ એના 26
વર્ષોથી વધુ સમય સુધી ફેલાયેલી એની સમૃદ્ધ વારસો થી સજજ છે. શેલ્બી નરોડા હોસ્પિટલ્સ કેન્સરની વ્યાપક સંભાળ
માટેનું એક ઉત્તમ કેન્દ્ર છે અને દર વર્ષે આ હોસ્પિટલ કેન્સર તથા અન્ય રોગો થી પીડિત હજારો લોકોના જીવ બચાવવા અને
સમગ્ર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આવા સારવાર થી પ્રેરિત થઇ આ દર્દીઓ દેશવાસીઓને આ
જીવલેણ રોગ સામે સમયસર કાર્યવાહી માટે જુસ્સો પણ આપે છે .