શેવિંગ કરાવવા માટે વાંદરો બ્યૂટી પાર્લર પહોંચી ગયો

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે. ચોંકાવનારા વીડિયોથી માંડીને રમૂજી વીડિયો લોકોને ગમે છે. આમાંના કેટલાકને જાેવાથી તમારો બગડેલો મૂડ સારો થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં વાંદરો દાઢી બનાવતો નજરે ચઢી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને આઇપીએસ ઓફિસર રુપિન શર્માના ટિ્વટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ રમૂજી વીડિયો લોકોમાં ખૂબ લોકપ્રિય છે. અધિકારીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું હવે સ્માર્ટ લાગે છે. ૪૫ સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જાેવામાં આવ્યો છે.
વીડિયોની શરૂઆતમાં વાંદરો આજુબાજુ જાેતો જાેવા મળ્યો હતો. પછી તેણે ખૂબ જ સરળતાથી શેવિંગ કરાવી. વાળંદ વાંદરાને ટ્રીમરથી શેવ કરતો જાેવા મળ્યો હતો. તેની આસપાસ ઘણા લોકો બેઠા હતા. બધા વાંદરાને શેવિંગ કરતા અને આનંદ માણતા જાેઈ રહ્યા હતા.
આ વીડિયો જાેતા જ વાયરલ થયો હતો. લોકોએ વીડિયો પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે લગ્ન પહેલા વાંદરો તૈયાર થવા પહોંચ્યો હતો.
બીજી તરફ એક વ્યક્તિએ લખ્યું, શું આ વાંદરાને જાેઈને કોઈ બીજાને પણ શેવ કરાવવાનું મન થાય છે ? ઘણા લોકોએ લખ્યું હતું કે આનાથી વઘુ મજેદાર નથી જાેયો. પ્રાણીઓના રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લોકોને આ વીડિયો જાેવાનું અને શેર કરવામાં ગમે છે.SSS