શેહનાઝ આર્યન ખાન પકડાયો તે જ ક્રૂઝમાં ફરવા ઉપડી
મુંબઈ, એક્ટ્રેસ, હોસ્ટ અને ટ્રાવેલ બ્લોગર શેનાઝ ટ્રેઝરીવાલાએ હાલ ચર્ચામાં રહેલા Cordelia cruise shipની ટૂર કરી છે. રેવ પાર્ટીમાં પકડાયા બાદ આ ક્રૂઝની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ જ ક્રૂઝ પર રેવ પાર્ટી કરવાના આરોપમાં પકડ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં રહેલી આ ક્રૂઝની કેટલી સુંદર અને ભવ્ય છે તેની ઝલક શેનાઝે ફેન્સને બતાવી છે. શેનાઝ પોતાના પરિવાર સાથે આ ક્રૂઝમાં રોકાઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્રૂઝ અંદરથી કેટલી ખૂબસૂરત છે તે બતાવ્યું છે. શેનાઝે ઈન્સ્ટાગ્રામ પર ક્રૂઝના વિડીયો અને તસવીરો શેર કરી છે. શેનાઝ અને તેનો પરિવાર પહેલીવાર ક્રૂઝમાં રોકાયો છે ત્યારે તે ખૂબ ઉત્સાહિત છે.
શેનાઝે ક્રૂઝનો બહારનો અને અંદરનો નજારો બતાવ્યો છે. બહારથી ક્રૂઝ જેટલી ભવ્ય લાગે છે અંદરથી જ એટલી જ આલિશાન છે. પાણીમાં તરતી મોટી હોટેલ સમાન ક્રૂઝની ખૂબસૂરતી આંખોને આંજી નાખે તેવી છે. શેનાઝે ક્રૂઝનો વિડીયો શેર કરતાં જણાવ્યું છે કે, તેના પિતા કેપ્ટન હતા માટે તે અનેકવાર શિપમાં બેઠી છે પરંતુ તે ક્યારેય પેસેન્જર ક્રૂઝમાં નથી ગઈ.
શેનાઝ વિડીયોમાં શિપની લોબીનો નજારો બતાવે છે સાથે જ ડેક પર પોતાના પરિવાર સાથે પોઝ આપે છે. બીજા એક વિડીયોમાં શેનાઝ ક્રૂઝના પોતાના રૂમ અને ત્યાંથી દેખાતા સૂર્યાસ્તની ઝલક દેખાડે છે. સમુદ્રમાં તરતી આ ક્રૂઝમાંથી દેખાતો સૂર્યસ્તાનનો નજારો મન મોહી લે તેવો છે. ક્રૂઝ પર પહોંચ્યા બાદ શેનાઝે પોતાના કેબિનની ઝલક બતાવી હતી. તેણે કેબિનની બારી પાસે બેસીને ફોટો પડાવ્યા હતા.
શેનાઝની આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. શેનાઝે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. જેના પરથી જાણવા મળ્યું કે, આ ક્રૂઝ પહેલા કોચી રોકાયું હતું અને હવે ત્યાંથી લક્ષદ્વીપ જવા નીકળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દરોડા પડ્યા બાદ કોર્ડિયેલા ક્રૂઝ શિપ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ક્રૂઝ આ ઘટના સાથે કોઈપણ રીતે જાેડાયેલી નથી. અમે આ પ્રકારની ઘટનાઓની નિંદા કરીએ છીએ. ભવિષ્યમાં શિપ પર થનારા આ પ્રકારના આયોજન પર અમે કડક વલણ દાખવીશું.SSS