Western Times News

Gujarati News

શેહનાઝ ગિલ એક ઇન્સ્ટા પોસ્ટથી લાખો કમાય છે

મુંબઈ, શેહનાઝ કૌર ગિલ બાળપણથી જ મોડલિંગ કરતી હતી, પરંતુ ૨૧ વર્ષની ઉંમરથી શેહનાઝે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ શેહનાઝ કૌર ગિલે પંજાબી વીડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૫માં શેહનાઝ કૌર ગિલે તેનો પ્રથમ વિડિઓ રિલીઝ કર્યો હતો. જેમાં તેણીએ પોતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પંજાબી ગીતનું નામ હતું શિવ દી કિતાબ જે દર્શકોને પસંદ આવ્યું હતું.

આ ગીત ગુરવિંદર બરારે ગાયું હતું. પંજાબ ઈન્ડસ્ટ્રીમાં શેહનાઝ કૌર ગિલની સફર તેના પહેલા વિડિયો ‘શિવ દી કિતાબ’માં કામ કર્યા બાદ શરૂ થઈ હતી. જે પછી શેહનાઝે ક્યારેય પાછું વળીને જાેયું નથી. અભિનય ઉપરાંત શેહનાઝ કૌર તેણે ગાયેલા ગીતો માટે પણ જાણીતી છે.

શિવ દી કિતાબ ગીતમાં અભિનય કર્યા પછી, શેહનાઝ અન્ય કેટલાક મોટા ગીતોમાં પણ જાેવા મળી હતી. ગેરી સિંધુનું યા બેબી ગીત જે પંજાબ, દિલ્હી, હરિયાણા ઉપરાંત અન્ય ઘણા શહેરોમાં હિટ થયું હતું આ ગીતમાં શેહનાઝે ડાન્સ કર્યો હતો. શહેનાઝ કૌર ગિલે રવિજીત સિંહના ગીત ‘લખ લહંતા’ અને ગુરીના ગીત ‘યારી’માં પણ અભિનય કર્યો છે.

આ પછી આવ્યું વધુ એક ગીત જેમાં શેહનાઝે ફરી એકવાર પોતાના અભિનયના જાેરે સૌના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ગીતનું નામ ‘માઝે દી જટ્ટ’ હતું અને આ ગીત ‘કંવર ચહલે’ ગાયું હતું. આ ગીત પણ લાંબા સમય સુધી સાંભળવામાં આવ્યું હતું અને આ ગીતમાં શેહનાઝના અભિનયની પ્રશંસા પણ થઈ હતી.

૨૦૧૯માં જ શહેનાઝ કૌર ગીલે પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની પ્રથમ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મનું નામ છે કાલા શહ કાલા અને ‘સરગુન મહેતા’ અને ‘બિન્નુ ધિલ્લોન’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે લગભગ ૧૯ કરોડની કમાણી કરી હતી.

આ ફિલ્મમાં શેહનાઝ કૌર ગિલ તારોનું પાત્ર ભજવતી જાેવા મળી હતી. શેહનાઝના ગીત ‘સરપંચ’ અને બરબર્રી પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. શેહનાઝ માટે એમ કહી શકાય કે મોડલિંગ હોય, અભિનય હોય કે સિંગિંગ, ત્રણેયમાં તેણે પોતાની જાતને સાબિત કરી છે અને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

શેહનાઝે થોડા સમય પહેલા એક વિવાદને કારણે પણ ખુબ જ હેડલાઈન્સમાં રહી હતી. પંજાબી સિંગર હિમાંશી ખુરાનાએ ગયેલું ગીત ‘આઈ લાઈક ઈટ’ને શેહનાઝે પોતાનું સૌથી નાપસંદ ગીત કહ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં જયારે શેહનાઝને પૂછવામાં આવ્યું કે, તેનું સૌથી નાપસંદ ગીત ક્યુ છે તો શેહનાઝે સીધું કહી દીધું હતું કે, હિમાંશીએ ગાયેલું ગીત. શેહનાઝે કહ્યું, મને ‘આઈ લાઈક ઈટ’ ગીત બિલકુલ ગમતું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.