શૈક્ષણિક સત્ર ફેરફારનો અમલ ર૦ર૧થી કરોઃ શાળા સંચાલકો
અમદાવાદ: રાજ્યની સ્કુલોમાં એપ્રિલ ર૦ર૦થી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાના નિર્ણય સામે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે આ નિયમનો અમલ એપ્રિલ-ર૦ર૧થી કરવામાં આવે એવી માંગ કરી છે. આ ઉપરાંત સંચાલક મંડળની રજુઆતને ધ્યાનમાં રાખીને વિભાગ તેમને ચર્ચા માટે પણ બોલાવે એવી અપીલ કરાઈ છે. એપ્રિલ-ર૦ર૧થી નિયમનો અમલ કરવામાં આવે તો શાળાઓને આયોજનનો સમય મળી રહેશે તેમ રજુઆતમાં જણાવાયુ છે.
શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક સત્રમાં ફરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેનો અમલ પણ એપ્રિલ ર૦ર૦ થી કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે રાજ્યની શાળાઓને આયોજનનો સમય મળી રહેશે તેમ રજુઆતમાં જણાયુ છે.
શિક્ષણ વિભાગ દ્વરા તાજેતરમાં શૈક્ષણિક સત્રમાં ફેરફારનો નિર્ણય લેવાયો છે અને તેનો અમલ પણ એપ્રિલ-ર૦ર૦થી કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે રાજ્યની શાળાઓ ચલાવતા સંચાલકોમાં મિશ્ર પ્રતિભાવ જાવા મળી રહ્યો છે. જેને લઈને ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખીને આ સંદર્ભેે રજુઆત કરી જણાવ્યુ છે કે કોઈપણ નિયમ કે કાયદાનો રાતોરાત અમલ કરવાથી વર્ષોથી ચાલી આવતી પ્રણાલીમાં ગુંચવાડો અને મુંઝવણ ઉભી થતી હોય છે.
જેથી આ નિયમનો અમલ એપ્રિલ-ર૦ર૧ થી કરવામાં આવે. જેથી રાજ્યના શાળા સંચાલકોને આગોતરી વ્યવસ્થા કરવા સમય મળી રહેશે. ઉપરાંત પાઠ્ય પુસ્તક મંડળને પણ પાઠય પુસ્તકો છાપવામાં અને બજારમાં મુકવામાં સમય મળી રહેશ.. આ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓને એડવાન્સમાં કરેલા પ્રવાસ અને કાર્યક્રમો માટે પણ અનુકૂળતા રહેશે. અને વહીવટી રીતે પણ સરળ બનશે.
રજુઆતમાં વધુમાં જણાવાયુ છે કે આરટીઈ હેઠળ નવા પ્રવેશ માટે જીલ્લા કક્ષાએ સરળતા રહે એ માટે આ નિયમનો અમલ એક વર્ષ પછીથી કરવો જાઈએ. જા અત્યારે જાહેર કરેલા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે તો ગરીબ અને અભણ વાલીઓ માટે મુંઝવણ ઉભી થાય એવું સંચાલક મંડળનું માનવું છે. નવા નિયમઅનુસાર પરીક્ષાના પ્રશ્નપત્રો, ઉત્તરવહી ચકાસણી, પરિણામ અને તેને આનુષંગિક તમામ કાર્યો ગોઠવવવા તથા તેના આયોજન માટે પણ જીલ્લા કક્ષાએ સમય આપવો જરૂરી છે. ઉદાહરણ તરીકે જાઈએ તો અમદાવાદમાં ૯૦૦ કરતા વધુ ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ તમામ માટે આયોજન કરવા સમય જરૂરી છે.