શૈલેષ બાદ બબીતાજી પણ કરશે તારક મેહતાને બાય બાય
મુંબઈ, ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક કલાકાર સાથે દર્શકોને ખાસ લગાવ છે. જ્યારે પણ કોઇ કલાકારના શો છોડવાના સમાચાર આવે છે, ત્યારે ચાહકો નિરાશ થઈ જાય છે. દયા ભાભી અને શૈલેષ લોઢાનો શો છોડવાથી ચાહકો પહેલેથી જ નિરાશ હતા.
હવે સમાચાર આવી રહ્યા છે કે મુનમુન દત્તા પણ શો છોડી રહી છે. જાેકે, આ સમાચારો અંગે કોઇ ઓફિશ્યલ નિવેદનો બહાર આવ્યા નથી. પરંતુ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતા સાથે મતભેદ બાદ શૈલેષ લોઢાએ પોતાને શોથી દૂર કરી લીધો છે.
હજુ સુધી બંને પક્ષોએ આ મતભેદ અંગે કંઈ પણ ઓફિશ્યલી કહ્યું નથી. હવે દર્શકો શૈલેષને ‘વાહ ભાઈ વાહ’માં જાેઈ શકશે. જે શેમારૂ ટીવી પર પ્રસારિત થશે. આ શોનું ટીઝર પણ હાલ છવાયેલું છે. શૈલેષ લોઢા પછી મુનમુન દત્તા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી શકે છે.
તેના શોમાંથી બહાર જવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી, પરંતુ પાછળથી તેણે આવી કોઈપણ અફવાને પાયાવિહોણી ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બોસ ઓટીટી સીઝન ૨’ માટે મેકર્સ દ્વારા મુનમુનનો સંપર્ક કરવામાં આવ્યો છે.
મેકર્સ ‘બિગ બોસ ઓટીટી સીઝન ૨ માટે સ્પર્ધકોની શોધ કરી રહ્યા છે. મુનમુન રિયાલિટી શોનો ભાગ બનશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન કે માહિતી જાહેર કરવામાં આવી નથી. જાે મુનમુન દત્તા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દે છે, તો ચાહકો ખૂબ જ નિરાશ થશે. દર્શકોએ મુનમુન દત્તાને ‘બિગ બોસ ૧૫’માં જાેવા મળી હતી. પરંતુ તે પછી એક ચેલેન્જર તરીકે શોમાં જાેડાઈ હતી.
તે સુરભી ચંદના, વિશાલ પુરી અને આકાંક્ષા પુરી સાથે ‘ટિકિટ ટુ ફિનાલે’ ટાસ્ક દરમિયાન જાેવા મળી હતી. તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ ઘણા શોમાં કામ કર્યું છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બબીતાજીના રોલથી મળી હતી અને કરોડો ફેન્સના દિલો પર રાજ કરી રહી છે.SS1MS