Western Times News

Gujarati News

શોકસભામાં રડવા માટે ચંકીને લાખોની ઓફર મળી હતી

મુંબઈ: અભિનેતાઓ અને ફેમસ સેલેબ્સને મોટાભાગે પાર્ટી, લગ્ન પ્રસંગો અથવા ઉદ્‌ઘાટન સમારોહ માટે આમંત્રણ મળતા હોય છે અને ઘણાં એક્ટર્સ આ પ્રકારના કાર્યક્રમોમાં શામેલ પણ થાય છે. ઘણીવાર આ લોકો પોતાની મિત્રતા અથવા અંગત સંબંધો સાચવવા માટે જતા હોય છે તો ઘણીવાર આવા કાર્યક્રમોમાં હાજર રહેવા માટે તેમને પૈસા આપવામાં આવતા હોય છે. પરંતુ ચંકી પાંડેને જે ડીલ ઓફર થઈ છે તેવી ડીલ લગભગ કોઈ અભિનેતાને આજ સુધી નહીં મળી હોય. ચંકી પાંડેને એક બિઝનેસમેનના મૃત્યુ પછી તેમની શોકસભામાં હાજર રહીને રડવા માટે પાંચ લાખ રુપિયાની ઓફર મળી હતી.

એક વાતચીત દરમિયાન ચંકી પાંડેએ જણાવ્યું કે, ૨૦૦૯માં એક બિઝનેસમેન પરિવારે તેમને શોકસભામાં શામેલ થવાનો આગ્રહ કર્યો. તેમનો હેતુ હતો કે ત્યાં હાજર લોકોને વિશ્વાસ અપાવી શકાય કે મૃત બિઝનેસમેને ફિલ્મોમાં રોકાણ કર્યુ હતું જેના માટે તેમનો પરિવાર દેવું ચુકવવા માટે અસમર્થ છે. ચંકી જણાવે છે કે તે આ પ્રકારની ઓફર સાંભળીને ચોંકી ગયો હતો. શોકસભામાં હાજર રહેવા માટે તેને પાંચ લાખ રુપિયાની ઓફર આપવામાં આવી હતી.

ચંકીએ જણાવ્યું કે, તેમનો પરિવાર ઈચ્છતો હતો કે હું ત્યાં રડુ અને અંતિમ સંસ્કારની આખી પ્રક્રિયા દરમિયાન એક ખૂણામાં ઉભો રહું. જેનાથી ત્યાં હાજર લોકોને વિશ્વાસ થાય કે વેપારીએ ફિલ્મમાં પૈસા રોક્યા હતા અને તે જે અભિનેતાઓ સાથે કામ કરી રહ્યા હતા તેમાંથી એક હું છુ. મેં આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો,

પરંતુ પરિવારની સ્થિતિ જાેઈને અન્ય એક વ્યક્તિને મોકલ્યો હતો. તે પણ એક જાણીતો કલાકાર હતો. ચંકીએ જણાવ્યું કે, હું નહીં કહી શકું કે મારા બદલે કોણ ગયુ હતું પરંતુ તે છોકરો ખુશીથી ગયો હતો. એક ખુણામાં ઉભા રહેવા માટે તમને પાંચ લાખ રુપિયા આપવામાં આવે તો તે નાની રકમ નથી. મેં તેની પાસેથી કમિશન પણ નહોતુ લીધું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.