શોપિયામાં અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં બે આતંકીઓ માર્યા ગયા છે શોપિયા જિલ્લાના સુગન ગામમાં મોડી રાત સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષા દળોએ આજે સવારે આતંકવાદીઓને તેમના અસલ અંજામ સુધી પહોંચાડી દીધા
કાશ્મીર પોલીસના આઇજીએ બે આતંકવાદી માર્યા ગયા હોવાની પુષ્ટી કરી છે તેમણે કહ્યું કે બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા છે અને હાલ ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે આઇજીએ કહ્યું કે ફોર્સને માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ આતંકવાદીઓને સરન્ડર કરવાનું કહેવાયુ હતું પરંતુ તેમણે વાતનો જવાબ ગોળીબારથી આપ્યો અને ત્યારબાદ આતંકવાદીઓને અથડામણમાં ઠાર કરાયા છે.હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.HS