શોપિયામાં ત્રાસવાદીઓના સર્ચ ઓપરેશનમાં ગાડીમાં બ્લાસ્ટ
શ્રીનગર, જમ્મૂ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં એક પ્રાઇવેટ ગાડીમાં થયેલા બ્લાસ્ટમાં એક સૈનિકનો જીવ જતો રહ્યો છે અને બે અન્ય સૈનિક ગંભીરરૂપથી ઘાયલ થયા છે.
આ ત્રણેય સૈનિક એક ઓપરેશનમાં ભાગ લેવા માટે આ ગાડીમાં જઇ રહ્યા હતા. રક્ષા મંત્રાલયના શ્રીનગર સ્થિત પ્રવકતા લેફ્ટિનેંટ કર્નલ ઇમરોન મૌસવીના અનુસાર શુક્રવારની સવારે દક્ષિણી કાશ્મીરના શોપિયા જિલ્લાના પટ્ટીટોહલન વિસ્તારમાં એક ગુપ્ત સૂચનાના આધાર પર સુરક્ષાબળોને કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટાર્ગેટ એરિયામાં મૂવમેન્ટ માટે એક સિવિલ ગાડીને ભાડે લેવામાં આવી હતી.
આ ગાડીમાં ત્રણ સૈનિકો સવાર હતા. તે દરમિયાન આ ગાડીમાં એક બ્લાસ્ટ થયો જેથી ત્રણ સૈનિકો ગંભીર રીત ઇજાગ્રસ્ત થયા.
બ્લાસ્ટમાં ઘાયલ થયેલા ત્રણેય સૈનિકોને પહેલાં જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા અને પછી શ્રીનગર સ્થિત ૯૨ બેસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.
સ્થિતિ બગડતાં નાયક પ્રવીણને ઉધમપુર સ્થિત કમાંડ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. સેનાના અનુસાર નાયક પ્રવીણ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના રહેવાસી હતા અને તેમના પરિવારમાં પત્ની અને એક છ વર્ષનો પુત્ર છે.
ઉધમપુરમાં વીરગતિને પ્રાપ્ત થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. શ્રદ્ધાંજલિ આપનાર ચિનાર કોરના કમાંડ્ર, અમરદીપ સિંહ ઔજલા પણ સામેલ થયા. નાયક પ્રવીણના પાર્થિવ શરીરને તેમના પૈતૃક ગામ મોકલી દેવામાં આવ્યો છે. નાયક પ્રવીણની ગાડીમાં થયેલા બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી.SS1MS