શોપિયામાં થયેલ એનકાઉન્ટર, સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ, જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સર્ચ ઑપરેશન ચાલુ છે. માનવામાં આવી રહ્યુ છે કે એક-બે અને આતંકવાદીઓ અહીં છૂપાયેલા હોઈ શકે છે. ઘટના સ્થળની આસપાસના લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે.
પોલિસ પ્રવકતાના જણાવ્યા મુજબ આતંકવાદીઓની હાજરી વિશે ખુફિયા સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ શોપિયાંના તુર્કવાંગમ ગામમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે સુરક્ષાબળોના જવાન જ્યારે એક વિશેષ ક્ષેત્ર તરફ વધી રહ્યા હતા ત્યારે ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરુ કરી દીધો. સુરક્ષાબળોએ પણ વળતી કાર્યવાહી કરી જે બાદ અથડામણ શરુ થઈ ગઈ.
જમ્મુ કાશ્મીરના રૈનાવારી વિસ્તારમાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી માર્યા ગયા હતા.
પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષાબળોએ અડધી રાતે વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ ત્યારબાદ ત્યાં અથડામણ શરુ થઈ. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે માર્યા ગયેલ આતંકવાદીઓમાંથી એક પાસે મીડિયાનુ ઓળખપત્ર હતુ. તેમણે કહ્યુ કે માર્યા ગયેલા લશ્કરના એક આતંકવાદી પાસે મીડિયાનુ ઓળખપત્ર હતુ જે મીડિયાના ખોટો ઉપયોગનો સંકેત આપે છે.HS