શોપીંગ મોલની લિફ્ટમાં પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર તૂટી પડી
શોપિંગ કરવા જઈ રહેલું કપલ લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલમાં-આ ઘટના શિવકૃપા સોસાયટીમાં બની
અમદાવાદ, વટવામાં કપલ ઘરેથી શોપિંગ કરવા માટે નીકળ્યું હતું અને એવી ભયાનક ઘટના સર્જાઈ કે હોસ્પિટલ પહોંચી ગયું. વાત એવી બની કે લિફ્ટમાં ખામી સર્જાતા તે છેક પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર તૂટી પડી હતી. આ ઘટના વટવાની શિવકૃપા સોસાયટીમાં બની હતી.
૪૦ વર્ષના રાકેશ રાજપૂત અને તેમના પત્ની સીમા (૪૦) લિફ્ટમમાં બેઠા હતા અને તે અચાનક તૂટી પડતા ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાની તપાસ કરતા માલુમ પડ્યું કે સમયાંતરે લિફ્ટનું સમારકામ કરાવવામાં નહોતું આવતું, જેના કારણે ખામી સર્જાતા લિફ્ટ ઉપરથી નીચે તૂટી પડી હતી.
આ ઘટના ત્યારે બની કે જ્યારે કપલ શોપિંગ માટે જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે, સાક્ષી જણાવે છે કે કપલ લિફ્ટમાં બેઠું અને ગ્રાઉન્ડ ફ્લોર માટેનું બટન દબાયું હતું. આવામાં લિફ્ટ ખરાબ રીતે હલવા લાગી અને અચાનક તૂટીને ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી.
ઘાયલ થયેલા પતિ-પત્નીને સારવાર માટે એમ્બ્યુલન્સમાં એલજી હોસ્પિટલમાં લઈ જઈ જવાયા હતા. વટવા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચવી સીસરા જણાવે છે કે, આ ઘટનામાં પ્રાથમિક માહિતી એવી છે કે કેબલ તૂટી જવાના કારણે આ ઘટના સર્જાઈ છે. તેમણે કહ્યું કે પોલીસ ફરિયાદ નોંધવા માટે એલજી હોસ્પિટલ પહોંચી હતી.
પતિ-પત્ની તેમની દીકરીઓ સાથે રહે છે, જેમાંથી એકની ઉંમર ૨૨ વર્ષ છે, જ્યારે બીજીની ઉંમર ૧૫ વર્ષ છે. રાકેશ રાજપૂતની તેમના જ વિસ્તારમાં ડિસ્પોઝેબલ વસ્તુઓની દુકાન છે. આ ઘટના અંગે સામાજિક કાર્યકર્તા હર્ષદ પટેલ જણાવે છે કે, “આ વિસ્તારમાં આ પ્રકારની બીજી ઘટના બની છે.
૨૪ ડિસેમ્બરે બનેલી આવી ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું, જેમાં ખોખરામાં આવેલા શરણમ-૫ એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અકસ્માત થયો હતો. આ ફ્લેટનું બાંધકામ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓને લઈને લિફ્ટના સમારકામને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસ જણાવે છે કે, પ્રથમ દૃષ્ટીએ જાેતા એવું લાગે છે કે લિફ્ટનું સમારકામ સમયસર નહોતું થતું, ગાઈડલાઈન્સ પ્રમાણે દરેક લિફ્ટની તપાસ વર્ષમાં એકવાર કરાવવી જાેઈએ. જાેકે, કેટલાક રહેણાક વિસ્તારોમાં જાેવા મળ્યું છે કે સમાયાંતરે લિફ્ટની તપાસ કરાવવામાં આવતી નથી. લિફ્ટ ઈન્સ્પેક્ટર દ્વારા વર્ષમાં એકવાર ફરજિયાત તપાસ માટે આવવાનું હોય છે તે પણ થતું નથી.