શોર્ટ ફિલ્મ બિટ્ટુને મળી ઓસ્કારમાં અન્ટ્રી, ‘જલ્લીકટ્ટુ’ બેસ્ટ ઈન્ટરનેશન ફીચર ફિલ્મ કેટેગરીમાંથી થઈ બહાર
મુંબઈ, કરિશ્મા દેવ દૂબેના ડાયરેક્શનમાં બનેલી શોર્ટ ફિલ્મ બિટ્ટૂને ઓસ્કારમાં એન્ટ્રી મળી છે. લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મનો મુકાબલો 9 ફિલ્મો સાથે થવાનો છે. આ ફિલ્મ દુનિયાભરના 18 ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી ચુકી છે.
આ ફિલ્મને ઘણી જ વાહવાહી મળી છે. ફિલ્મોમાં બે શાળાએ જતા બાળકોની મિત્રતા દેખાડવામાં આવી છે. 2019માં જોયા અખ્તરની ગલી બોયને 2020 માટે થયેલા 92માં એકેડમી એવોર્ડ્ઝ માટે સત્તાવારરીતે પસંદ કરવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ મલયાલમ ફિલ્મ જલ્લકટ્ટુ 93માં અકાદમી પુરસ્કાર-2021ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ફિલ્મને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. 93 દેશોની ફિલ્મો આ લીસ્ટમાં સામેલ હતી. જે ઓસ્કરના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધારે છે. આ ફિલ્મને ભારત તરફથી રજુ કરવામાં આવી હતી.
ઓસ્કરમાં જતાં પહેલા આ ફિલ્મ ઘણી ભારતીય અને વિદેશ ઓવોર્ડ જીતી ચુકી છે. એકેડમીએ ઓવોર્ડની રેસમાં શોર્ટલીસ્ટ થયેલી ફિલ્મોની યાદી રજુ કરી છે. ડાયરેક્ટર લિઝો જેસ પેલીસરીની મલયાલમ ફિલ્મ જલીકટ્ટુ ભારત તરફથી મોકલવામાં આવી હતી.