શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર વર્ટિકલ મિસાઇલનું પરીક્ષણ

નવી દિલ્હી,રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા અને ભારતીય નૌસેનાએ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર વર્ટિકલ લોન્ચ મિસાઇલને ઓડિશા કોસ્ટ સ્થિત ચાંદીપુર સંકલિત પરીક્ષણ રેન્જથી સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય નૌસેનિક જહાજ દ્વારા શુક્રવાર ૨૪ જૂનના કરવામાં આવ્યું.
વીએલ-એસઆરએસએએમ જહાજ પર તૈનાત કરવામાં આવતી હથિયાર પ્રણાલી છે, જે સમુદ્ર-સ્કિમિંગ લક્ષ્યો સહિત સીમિત અંતરના હવાઈ ખતરાઓને બેઅસર કરી શકે છે. આ મિસાઈલનું પરીક્ષણ એક ફાસ્ટ સ્પીડવાળા હવાઈ ટારગેટના વિમાન સામે સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
આઇટીઆર, ચાંદીપુર દ્વારા તૈનાત કરાયેલા ઘણા ટ્રેકિંગ ઉપકરણોનો ઉપયોગ કરીને સાથે હેલ્થ પેરામીટર ધ્યાનમાં રાખીને વાહનના ફ્લાય ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પ્રક્ષેપણનું નિરીક્ષણ DRDO અને ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, ભારતીય નૌસેના અને ઉદ્યોગને સફળ ઉડાન પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, આ પ્રણાલી તરીકે એક એવા હથિયારને સામેલ કરવામાં આવ્યું છે, જે હવાઈ ખતરાની સામે ભારતીય નૌસેનાના જહાજાેની રક્ષા ક્ષમતાને વધારશે.
નૌસેના પ્રમુખ એડમિરલ અને હરિ કુમારે વીએલ-એસઆરએસએએમના સફળ ઉડાન પરીક્ષણ માટે ભારતીય નૌસેના અને DRDO ની પ્રશંસા કરી અને કહ્યું કે, આ સ્વદેશી મિસાઈલ પ્રણાલીના વિકાસથી ભારતીય નૌસેનાની રક્ષાત્મક ક્ષમતાઓમાં વધુ મજબૂતી આવશે.SS3KP