શો રૂમ ઉડાવી દેવાની ધમકી આપતા એકની ધરપકડ
નવીદિલ્હી, ધનતેરસના દિવસે દિલ્હી પોલીસમાં અચાનક ખડભળાટ મચી ગયો હતો. કનોટ પેલેસ ખાતે એક વ્યક્તિ મોબાઈલ શોરૂમમાં ઘુસી ગયો અને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફરીદાબાદનો રહેવાસી કમલ આર્ય (૩૨) સાંજે લગભગ ૪.૧૫ કલાકે રાજીવ ચોક પાસેના એક શોરૂમમાં ઘુસ્યો હતો અને બાદમાં તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આરોપી યુવકની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી.
આ સાથે પોલીસે સમગ્ર શોરૂમની પણ સઘન તપાસ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. આરોપીનું વર્ણન કરતાં અધિકારીએ કહ્યું કે, કમલ આર્યએ દાવો કર્યો કે, તે આત્મઘાતી બોમ્બર હતો. તેણે એક થેલી લીધી અને બટન દબાવીને વિસ્તારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં તેની બેગની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી બોમ્બ મળ્યો ન હતો.HS