શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જીના ઇક્વિટી શેર્સની પબ્લિક ઓફર 14 જૂન 2021ના રોજ ખુલશે
અમદાવાદ, શ્યામ મેટાલિક્સ ઍન્ડ એનર્જી લિમિટેડ (“એસએમઈએલ”, તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ સહિત, “ગ્રુપ”) તેની ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઓફર”/“આઈપીઓ”)ના અનુસંધાનમાં બિડ/ઓફર સોમવાર, 14 જૂન, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને બુધવાર, 16 જૂન, 2021ના રોજ બંધ કરશે.
ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.303–Rs.306 નક્કી કરવામાં આવી છે. કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડરોએ બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહથી એન્કર રોકાણકારો(“એન્કર ઇન્વેસ્ટર્સ”)ની ભાગીદારી વિચારી છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 11 જૂન, 2021ના રોજ થશે.
ઇશ્યૂનું કુલ કદ Rs.909 કરોડ સુધીનું છે જેમાં કુલ Rs. 657 કરોડના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ અને વેચાણકર્તા શેરહોલ્ડર્સ દ્વારા કુલ Rs. 252 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ તેની પેટાકંપની શ્યામ એસઇએલ એન્ડ પાવર લિમિટેડના દેવાની ભરપાઈ કે પૂર્વચુકવણી કરવા તથા અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.
ગ્રુપ વચગાળાના અને લાંબા ગાળાના સ્ટીલના ઉત્પાદનો જેવા કે, લોખંડની ગોળીઓ, સ્પોન્જ આયર્ન, સ્ટીલ બિલેટ્સ, ટીએમટી, માળખાકીય ઉત્પાદનો, વાયર સળિયા, અને ફેરો એલોય ઉત્પાદનો બનાવે છે, જેમાં ઊંચુ માર્જિન આપતા ઉપાદનો જેમ કે કસ્ટમાઇઝ્ડ બિલટ્સ, ખાસ સ્ટીલ ઉપયોગો માટે વિશિષ્ટ ફેરો એલોયઝ પર ખાસ ધ્યાન આપે છે.ગ્રૂપ હાલમાં, પિગ આયર્ન, નરમ લોખંડની પાઈપો અને એલ્યુમિનિયમ વરખ જેવા સેગમેન્ટ્સમાં પ્રવેશીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનુ વધુ વૈવિધ્યકરણ કરવાની પ્રક્રિયામાં છે.
આ ગ્રુપની મુખ્ય તાકાત સ્ટીલ વેલ્યૂ ચેઇનમાં તેની એકીકૃત કામગીરીમાં અને ભારતના પૂર્વીય વિસ્તારમાં રેલવે, સડક માર્ગો તથા બંદરો સાથે સારી રીતે જોડાયેલા ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વ્યૂહાત્મક સ્થળોએ આવેલા તેના ઉત્પાદન પ્લાન્ટ્સમાં રહી છે, જેમને કેપ્ટિવ રેલ્વે સાઇડિંગ્સ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ જેવી માળખાગત સુવિધાઓનો ટેકો સાંપડ્યો છે.
સંબલપુર અને જમુરિયામાં આવેલા ગ્રુપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે અને ગ્રુપ સમગ્ર સ્ટીલ વેલ્યૂ ચેઇનમાં હાજર છે અને તે વૈવિધ્યસભર ઉત્પાદન મિશ્રણ પ્રદાન કરે છે તથા તેને વ્યૂહાત્મક સ્થાનિક લાભ મળે છે. 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા નવ મહિનામાં, ગ્રુપના કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત પાવર યુનિટ્સ તેમના વપરાયેલા કુલ પાવર યુનિટ્સના 79.58% હિસ્સો ધરાવતા હતા. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં,
ગ્રુપ ભારતના 13 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 42 ડિસ્ટ્રિબ્યુટર્સની ભાગીદારીમાં વિશાળ વિતરણ નેટવર્ક ધરાવે છે. ગ્રુપના સ્થાનિક ગ્રાહકોમાં જિંદાલ સ્ટેઈનલેસ લિમિટેડ, જિંદાલ સ્ટેઈનલેસ (હિસાર) લિમિટેડ, અને રિમઝિમ ઇસ્પાત લિમિટેડ છે અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોમાં નોરકોમ ડીએમસીસી, નોરકોમ લિમિટેડ, પોસ્કો ઇન્ટરનેશનલ કોર્પોરેશન, વર્લ્ડ મેટલ્સ એન્ડ એલોય (એફઝેડસી), ટ્રેક્સિસ નોર્થ અમેરિકા એલએલસી, જેએમ ગ્લોબલ રિસોર્સીસ લિમિટેડ, ગોએન્કા સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને વિજયશ્રી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ છે.