શ્યામ વર્ણના કારણે લગ્ન ન થતા યુવતીએ ફાંસો ખાધો
સુરત, સુરતમાં આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. જેમાં શ્યામ વર્ણના કારણે લગ્ન ન થતા યુવતીએ ફાંસો ખાધો હતો. તો બીજી તરફ, કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો હતો. સુરતમાં શ્યામ વર્ણના કારણે લગ્ન ન થતાં યુવતીએ ફાંસો ખાધો છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં યુવતીએ સ્યુસાઈડ નોટમાં મરજીથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. ૨૩ વર્ષીય પાયલ સસ્તા અનાજની દુકાનમાં નોકરી કરી હતી. તે તેના પરિવારની મોટી દીકરી હતી, પરંતુ શ્યામ વર્ણના કારણે તેના લગ્ન થતા ન હતા. જાેકે, તેની નાની બહેનના લગ્ન થઈ ગયા હતા.
મોટી બહેન અને નાની બહેનના લગ્ન થઈ ગયા હોય, અને પોતાના લગ્ન થતા ન હોવાથી પાયલે વસવસો રહેતો હતો. લગ્ન થતા ન હોવાથી આપઘાત કરી રહી હોવાનો પાયલે સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે.
પાયલે પોતાના ઘરમાં ફાંસો ખાધો હતો. ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધો.૧૦ના વિદ્યાર્થીનો ફાંસો ખાધો છે. મૂળ ભાવનગરનો પરિવાર સુરતના નાના વરાછા વિસ્તારમાં રહે છે. દિલીપભાઈ મકવાણાનો ૧૬ વર્ષીય પુત્ર મૌનિકે હાલમાં જ ધોરણ-૧૦ ની પરીક્ષા આપી હતી. તેણે ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પરિવારને તેની પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેને કાકાને ખોટી શંકા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના કાકાએ કાકીને ફોન કરવા મુદ્દે ખોટી શંકા વ્યક્ત કરી હતી. કાકાની વાતનું ખોટું લાગી આવતા મૌનિકે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. મૌનિકના આ પગલાથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું.SSS