શ્રદ્ધા કપૂરનું આલીશાન ઘર કોઇ સુંદર સપનાથી કમ નથી
તેની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને દીવાના બનાવનારી શ્રદ્ધા કપૂર ખુબજ સરળ સ્વભાવની અને અત્યંત ક્યૂટ છે
મુંબઈ: શ્રદ્ધા કપૂર જ્યારે ફિલ્મોમાં વ્યસ્ત નથી હોતી તો તે તેનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. આ તે સમય છે જેમાં તે તેનાં લાખો ફેન્સ સાથે જાેડાય છે અને તેનાં જીવનની ખાસ પળો શેર કરે છે. તે ક્યારેક-ક્યારેક ફોટોઝ અને વીડિયોમાં તેનાં આલિશાન ઘરની ઝલક પણ શેર કરે છે. એક્ટ્રેસે તેનાં ઘરનો લૂક પણ એવો જ એહસાસ કરાવે છે.
શ્રદ્ધા કપૂર તેનાં ડ્રોઇંગ રૂમમાં ફોટોશૂટ પર કરાવે છે. એક્ટ્રેસનો ડ્રોઇંગ રૂમ સિમ્પલ છે પણ ખુબજ સુંદર છે. આ ફોટોમાં આપ જાેઇ શકો છો કે, શ્રદ્ધાનાં બેડરૂમમાં જૂની તસવીરો જાેઇ શકો છો. તેણે તેનાં રૂમને પર્સનલ ટચ આપ્યો છે. શ્રદ્ધાએ તેનાં ઘરને રમકડાં અને ટેડીબીયર્સથી સજાવ્યો છે. તેને સોફ્ટ ટોયઝ ખુબ જ પસંદ છે. શ્રદ્ધાને ઘરનો આ ખુણો ખુબજ પસંદ છે.
તે નેચરથી કનેક્ટ રહી શકે છે. શ્રદ્ધાનું ઘર દરીયા કિનારે છે. જ્યાંથી તે ખુલ્લા દરીયાનો સુંદર નજારો જાેઇ શકે છે. સાથે જ તેને રાહતનો અહેસાસ થાય છે. શ્રદ્ધાનું આલીશાન ઘર કોઇ સામાન્ય માણસનાં સપનાંનાં ઘર જેવું છે.