શ્રદ્ધા કપૂરે તસવીર શેર કરીને ફેન્સને પૂછ્યું ઓર સુનાઓ?
મુંબઇ, શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાએ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત ક્યારેય પણ સ્વીકારી નથી, પરંતુ તેમના રોમાન્સ અને લગ્નની ચર્ચા હંમેશાથી થતી રહી છે.
જાે કે, ગુરુવારે કેટલાક રિપોર્ટ્સમાં શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાનું બ્રેકઅપ થઈ ગયું હોવાનું કહેવામાં આવ્યું હતું. ફેન્સનું દિલ તોડનારી આ અફવાની વચ્ચે, શ્રદ્ધાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની સુંદર તસવીર શેર કરી છે અને ફોલોઅર્સને પૂછ્યું છે ઔર સુનાઓ?. શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘મિસ યુ માય લીડલ રાની’. છેલ્લા ચાર વર્ષથી, શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠા વચ્ચે મજબૂત સંબંધો હતા.
તેઓ કયા કારણથી અલગ થયા તે પાછળનું કારણ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું નથી. પરંતુ એક ન્યૂઝ પોર્ટલે લખ્યું છે કે, આ વર્ષે ગોવામાં થયેલા શ્રદ્ધા કપૂરના બર્થ ડે સેલિબ્રેશનમાંથી રોહન શ્રેષ્ઠાની ગેરહાજરી જાેવા મળી હતી, કારણ કે ફેબ્રુઆરીમાં કપલ અલગ થઈ ગયું હતું. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, શ્રદ્ધાનો પરિવાર રોહનને પસંદ કરે છે.
બંને બાળપણથી મિત્રો છે અને તેમના પરિવારના પણ એકબીજા સાથે સારા સંબંધો છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. આ વિશે પ્રતિક્રિયા આપતા શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, ‘રોહન એ ફેમિલી ફ્રેન્ડ છે, હું તેના પિતાને ઘણા વર્ષથી ઓળખુ છું.
રોહન ઘણીવાર અમને મળવા આવે છે, પરંતુ લગ્ન માટે તેણે શ્રદ્ધાનો હાથ માગ્યો નથી. આજના બાળકો તેમના ર્નિણય જાતે લે છે. જાે શ્રદ્ધા મને કહે છે કે તેણે પોતાની રીતે જીવનસાથી પસંદ કરી લીધો છે તો હું તરત સંમત થઈ જઈશ. હું શું કામ ના પાડું? પરંતુ અત્યારે તો તેનું ધ્યાન કરિયર પર છે. લગ્ન એ મહત્વપૂર્ણ ર્નિણય છે અને જે રીતે લોકો બ્રેકઅપ કરી રહ્યા છે, તે મને પરેશાન કરે છે.
લગ્નનો ર્નિણય કરતા પહેલા એકવાર ખાતરી કરી લેવી જાેઈએ’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર સાથે જાેવા મળશે. આ સિવાય તેની પાસે ‘નાગિન’, પંકજ પરાશરની ‘ચાલબાઝ ઈન લંડન’ પણ છે. છેલ્લે તે ટાઈગર શ્રોફ સાથે અહેમદ ખાનની ફિલ્મ ‘બાગી ૩’માં જાેવા મળી હતી.SSS