Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂર પોતાની મેક-અપ આર્ટિસ્ટની બ્રાઈડ્‌સમેડ બની

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અત્યારે એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયો જાેઈને લોકો શ્રદ્ધા કપૂરના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં શ્રદ્ધા કપૂર પોતાની મિત્ર અને મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઈકના લગ્નમાં સામેલ થઈ હતી અને વીડિયો તે જ સમારોહનો છે. મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાયકે જ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે.

નોંધનીય છે કે શ્રદ્ધા આ લગ્નમાં શામેલ તો થઈ જ, પરંતુ હોંશેહોંશે તમામ રિવાજાેમાં ભાગ પણ લીધો. તેણે ઓફિસિએટર એટલે કે પાદરી બનીને મિત્રના લગ્ન પણ કરાવ્યા.

શ્રદ્ધા કપૂર આ લગ્નમાં શ્રદ્ધા નાયકની બ્રાઈડ્‌સમેડ બની હતી. વેડિંગ સેરેમનીનો વીડિયો શેર કરતાં મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાયકે લખ્યું કે, પ્રિય શ્રદ્ધા, ૧૨ વર્ષ પહેલા એક પ્રોફેશનલ સેટ પર થયેલી મુલાકાતથી લઈને મિત્ર બનવા સુધી, મારી સૌથી સારી મિત્ર હોવાને કારણે લગ્નની તમામ વિધિઓમાં ભાગ લેવા સુધી, આપણે ઘણો લાંબો પ્રવાસ ખેડ્યો છે. અમારા લગ્ન કરાવવા માટે આભાર. મારા અને રિચી માટે આ ઘણી મોટી વાત છે.

શ્રદ્ધા કપૂરે પણ આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, મારી શ્રદ્ધા, મને ઓફિશિયેટર અને બ્રાઈડ્‌સમેડનું સન્માન આપવા બદલ આભાર. ૧૨ વર્ષ થઈ ગયા અને હજી આગળ વધવાનું છે. હું તને એટલો પ્રેમ કરુ છું કે શબ્દોમાં તેનું વર્ણન નથી કરી શકાતું.

શ્રદ્ધા કપૂર અને શ્રદ્ધા નાયકનો આ વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર નાગિન ટ્રાયોલોજીમાં જાેવા મળશે. આ સિવાય તે રણબીર કપૂર સાથે લવ રંજનની એક ફિલ્મમાં પણ જાેવા મળશે. આ ફિલ્મ વિષે હજી વધારે જાણકારી સામે નથી આવી.

આ પહેલા શ્રદ્ધા બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ સાહોમાં જાેવા મળી હતી. તેણે વરુણ ધવન સાથે સ્ટ્રીટ ડાન્સર ૩ડી, આદિત્ય રોય કપૂર સાથે આશિકી ૨ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક વિલન જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સ્ત્રી, છિછોરે, હાફ ગર્લફ્રેન્ડ અને ઓકે જાનૂ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.